________________
સ્વાનુભૂતિ છે. દેહથી હું ભિન્ન છું એ ભાન વધતાં જ અધ્યાત્મિક પુખ્તતા (spiritual Maturity) વધતી જાય છે ને ભૂમિકાઓ ઉત્તરોત્તર ઓળંગાતી જાય છે.
આજીવિકા મતે પણ ચેતનની આ જ અન્યત્વભાવનાના ધારણે મંદખટ્ટથી માંડી જન ને પન્ન સુધીની ભૂમિકાએ કલ્પી છે.
આજના મનોવિજ્ઞાન-psychologyએ ચેતનની ત્રણ ભૂમિકા માની છે : (૧) Cognative (૨) Connative (૩) Affective. પહેલી ભૂમિકા જાણે છે, બીજી ઈચ્છાશક્તિથી નિર્ણય કરે છે અને ત્રીજી કાર્યમાં પ્રવૃત્ત બનનારી છે.
ગવિદ્યામાં ચેતનની ત્રણ ભૂમિકા છેઃ (૧) ચેતના (૨) કર્મચેતના (૩) કર્મફલ ચેતના. ચેતના તે કેવલ જેનાર અને જાણનાર- આપણું સ્વત્વ છે, જ્યારે કર્મચેતના વસ્તુ-પદાર્થને જાણ્યા પછી થતાં રાગદ્વેષ છે, જે પરપદાર્થ છે. અને કર્મફલચેતના તે રાગદ્વેષ થતાં અનુભવાતાં સુખદુઃખ છે કે વિદ્યાનું ધ્યેય કર્મચેતના અને કર્મફલચેતના-જે પરપદાર્થ છે, તેને સદંતર નાશ કરી માત્ર ચેતનામાં જઈ વસવાનું છે.
શ્રી વિનોબા ભાવે ચેતનની ચાર ભૂમિકા બતાવે છે (૧) દેહસંબદ્ધતા (૨) દેહવ્યતિરિક્તતા (૩) દેહાતીતતા (૪) દેહરહિતતા. દેહ અને તેની સાથે સંકળાયેલ પરપદાર્થોથી ચેતનનું ક્રમશઃ દૂર થતા જવું અને સર્વથા તેનાથી મુક્ત થવું એ સિદ્ધાંત બાંધીને જ વિનેબાએ આ ચાર ભૂમિકાઓ માની છે.
આ રીતે અન્યત્વ ભાવના જેમ જેમ પ્રગટતી જાય છે તેમ તેમ હું આ સર્વથી ભિન્ન છું' એ ભાન પ્રગટતું જાય