________________
સ્વાનુભૂતિ
અન્યત્વભાવના ન હેાત તેા શ્રીરમણ આ રીતે ઊભા રહી શકત ? અને શરીર ‘પર’માન્યું એટલે શરીર સાથે સકળાયેલ સ પદાર્થને પારકા માન્યા. આનું નામ જ અન્યત્વભાવના.
૩૪
સત તુકારામનાં પત્ની ગુજરી ગયાં ત્યારે આનંદથી ઊછળીને તેઓ ખેલ્યાઃ ‘વિઠા ! તુઝે માઝે રાજ.—હે વિઠ્ઠલ ! તારું ને મારું રાજ્ય આજથી શરૂ થયું! ' સ્ત્રી મર્યાને તેમને અસાસ નહેાતે કારણ સ્ત્રીને તેમણે પોતાની માની નહેાતી, સ્વ’ના વિભાગમાંથી ખસેડીને ‘પર’ના ખાનામાં મૂકી હતી. આવુ' સ્વ-પરનુ` વિભાજન કરી જાણે તે જ સત.
જગવિખ્યાત હબસી મહાપુરુષ મુકર ટી॰ વૉશિંગ્ટન એકવાર કૉલેજમાં વ્યાખ્યાન આપતા હતા ત્યારે તેમના મિત્રે તેમના કાનમાં ધીમેથી કહ્યું કે, જે બેંકમાં તમે તમારી સઘળી મૂડી રોકી હતી તે બેન્ક ફડચામાં ગઈ છે ને તમે પાયમાલ થયા છે.' વેશિંગ્ટન આ સાંભળીને પળભર થંભ્યું. સહેજ બેફિકરુ. હસીને વ્યાખ્યાન ચાલુ રાખ્યું. મિત્ર તે આભા જ બની ગયા. તે જોઇ બુકર ટી॰ વોશિંગટન તેના કાનમાં ખેલ્યાઃ દોસ્ત! મિલક્ત ક્યાં મારી હતી! જ્ઞાન જ મારી ખરી મૂડી છે!' ધનવૈભવને તેમણે પારકાં ગણ્યા હતાં ને જ્ઞાનને પોતીકું માન્યું હતું, અહીં પણ સ્વ-પરના વિભાગ ! આવા વિભાગ કર્યા વિના કોઇ મહાનતા પામી શકતું નથી.
દરેક મહાપુરુષ આ રીતે પરપદાથ પ્રત્યે વિરક્તભાવ અનુભવે છે. એ વીતરાગતા જ—નાને કે માટે અંશે તેની આધ્યાત્મિક મૂડી છે, તેની મહાનતા છે.