________________
૩૮
સ્વાનુભૂતિ યોગીશ્વર હેમચંદ્રાચાર્યે ચગશાસ્ત્રમાં ચેતનની ચાર ભૂમિકાઓ બતાવી છે: (૧) વિક્ષિપ્ત (૨) યાતાયાત (૩) સુશ્લિષ્ટ (૪) સુલીને. વિક્ષિપ્ત ભૂમિકામાં જીવ પુદ્ગલ સાથે સંમિશ્રિત છે અને જડથી પ્રભાવિત છે. યાતાયાત ભૂમિકામાં જડને પ્રભાવ થડેઘણે મંદ પડે છે. સુપ્રિલષ્ટમાં જડ સાથે સંબંધ ધ્યાન દશામાં લગભગ ખલાસ થઈ જાય છે અને સુલીન દશામાં ચેતન જડથી તદ્દન જુદું થઈ જાય છે–સૂકા નાળિયેરમાં કપરાને ગળે ખખડે તેમ. આનું નામ સ્વાનુભૂતિ, જે અન્યત્વભાવનાની પરાકાષ્ટા છે.
આચાર્યપ્રવર હરિભદ્રસૂરીજીએ ચેતનની આઠ ભૂમિકાઓ યોગદષ્ટિસમુચ્ચયમાં આપી છે જેનાં નામ મિત્રાતારા બલાદિ છે. હું ચેતન પરપદાર્થથી ભિન્ન છું આ ભાન (સધ અને સર્વિીર્ય) શરૂઆતમાં ઘાસના અગ્નિ જેવું, પછી છાણના, લાકડાના, રત્નની, દીવાના, તારાના ને સૂર્ય–ચંદ્રના પ્રકાશ જેવું કમશઃ વધતું જાય છે તેને લક્ષ્યમાં રાખીને ચેતનની આઠ ભૂમિકાઓ રચી છે. અન્યત્વભાવનાની વધુ ને વધુ પુષ્ટિ સાથે જ ચેતનની ભૂમિકા (Law of gradation) ઉત્તરોત્તર વધતી જાય છે. જે ચેતન જડથી ભિન્ન ન હોત, જીવ તે પુદ્ગલ જ હેત તે ચેતનમાં આવું અધ્યાત્મિક ઊંડાણ કયાંથી આવે? તેની આટલી આટલી ભૂમિકાઓ ક્યાંથી હોય? - ભગવાન ઉમાસ્વાતીજીએ શ્રીતત્વાર્થસૂત્રમાં ચેતનની પાંચ ભૂમિકા બતાવી છે: (૧) ઔદયિક (૨) ઔપશમિક (૩) ક્ષાપશમિક (૪) ક્ષાયિક (પ) પરિણામિક. ઔદયિક ભૂમિકા એટલે પરપદાર્થમાં બેવાયેલ ચેતન-પુદ્ગલના વજબંધમાં