________________
પ્રકરણ ચોથું
દેહને આત્મા ભિન્ન છે એ સમજાય તે સંસારના તમામ પદાર્થો આત્માથી ભિન્ન છે તે આપોઆપ સમજાય. આથી જ દેહ તે હું છું તે દેહાત્મભાવ તેવા માટે આટલે બધે ભાર તપશ્ચર્યાદિ પર મૂકવામાં આવે છે. દેહ ને ચેતનની જુદી જુદી ભૂમિકાઓ સમજવાથી જીવ ને પુદ્ગલ ભિન્ન છે તેનું ભાન થશે.
એક બાજુ દેહની ત્રણ ભૂમિકા–બાળ, યુવાન ને વૃદ્ધ આપણે જોઈએ. ત્યાં જુદી જુદી વિશેષ ભૂમિકાઓ નથી કારણ દેહમાં ઊંડાણ નથી, જડ તે આખરે જડ છે, પણ આ દેહથી ભિન્ન ચેતન છે, ને તેની તે અનેકાનેક ભૂમિકામાં છે. ત્યાં તે પિસિફિક મહાસાગરનું ઊંડાણ છે, જ્યારે દેહ તે પથ્થરના ચોસલા જે –જ્યાં કઈ ઊંડાણું નથી. જેમ જેમ જડ પદાર્થથી હું ચેતનતનવ ભિન્ન છું એ ભાન વધતું જાય છે તેમ તેમ ચેતનની ભૂમિકાઓ ઉત્તરોત્તર ઊંચી વધતી જાય છે. ચોગવિદ્યા તે બીજું કશું જ નહિ પણ આ ચેતનભૂમિના પઠનું સંશોધન. આ ભિન્ન અનેકાનેક ભૂમિકાઓ તે ચેતનની જ એક માત્ર મૌલિક વિશિષ્ટતા છે, જડની નહિ, એ વસ્તુ પુરવાર કરે છે કે જડથી ચેતન ભિન્ન છે અને એ રીતે અન્યત્વભાવનાનું પોષણ કરે છે