________________
૫
સ્વાનુભૂતિ
દરેક સંત પુરુષ અન્યત્વભાવના એક યા બીજી રીતે આ પ્રમાણે વિચારતે જ હોય છે કે, “સારે સંસાર જે ધાતુને છે તેનાથી મારા આત્મપદાર્થની ધાતુ જુદી જ છે. સંસાર કરુણ છે, હું આનંદમય છું; સંસાર સૂકાં ઝાડઝાંખરા રૂપ છે, તે હું અગ્નિદેવતા છું; સંસાર કાચનું ઘર છે, તે હું લેખંડી ગળે છું; સંસાર મીઠાની ગાંગડી છે, તે હું અમૃતને કુંભ છું; સંસાર આંસુઓથી ભરેલે અંધારે કૂવે છે, તે હું પ્રસન્નતાથી ઘૂઘવતે ચેતનસિંધુ છું; સંસાર મહાકાળનું ખપ્પર છે જ્યાં સર્વ કેઈ હાડપિંજર બને તે, હું છું કાળ અને અવકાશને બે આંગળી વચ્ચે પીસનાર અજોડ પુરુષ છું.” આ રીતે મહાપુરુષે જડ સંસારથી નિજત્વને ભિન્ન કરે છે. તેઓની સાધના આ માટે જ હતી. સંતપુરુષે રમત નહોતા કરતા, વેપાર નહતા કરતા, સાધના કરતા હતા. અન્યત્વભાવનામાં જે ભાવના એ શબ્દ છે તે આ પ્રકારની સાધના જ બતાવે છે. પ્રિય વસ્તુ પાછળ ફના થવું તે સાધના છે.
ઇંગ્લેંડને એક મોટો લડ તેના પુત્રને એક અજોડ વાલીન વગાડનાર પાસે લઈ ગયે, અને કહ્યું “મારા પુત્રને બરાબર તમારા જેવું વાલીન વગાડતાં શીખવી દો. તમે જાણો છો કે જ્યાં બીજાઓ પાવલી ઉછાળશે ત્યાં હું સેનામહારે ઉછાળીશ. બીજાઓને ત્યાં જેટલી જૂનાં છાપાંની પસ્તી છે તેટલા મારે ત્યાં નોટોના બંડલ છે.” વાલીન વગાડનાર વેદનાભર્યું હ. પલભર તેને થયું કે આ મૂર્ખ માનવને શે જવાબ આપવો? આખરે કડવો ઘૂંટડો ગળીને તે બે કે, નામવર ! આ વાલીન પર રેજના દસ–બાર કલાક સતત