________________
સ્વાનુભૂતિ અવકાશ અને કાળથી હું સર્વથા ભિન્ન આત્મપદાર્થ છું એ ભાન જે કાઉસગમાં ન પ્રગટે તો માત્ર
કાં જ ખાધા કહેવાય ને? રાજાને કાઉસ્સગ ફ કારણ, હું સર્વથી ભિન્ન છું એ વિચાર તત્ર ને એકાગ્ર બની ભાવના બન્યા અને કાઉસ્સગમાં તે ભાવના તીવ્ર ને એકાગ્ર બનીને ધ્યાન અને લય બની. આ લોગ એટલે જ સ્વાનુભૂતિ, પરીને ત્યાગ ને “સ્વને અનુભવ–જે અન્યત્વભાવનાની પરાકાષ્ઠા છે.
ગીરાજ આનંદઘનજી આબુની દુધિયા ગુફામાં પ્રવેશતાં નાભિમાંથી આકાશ કંપાવતે પ્રણવનાદ કરતા હશે અને એકાદ સૂતેલ સિંહયુગલ ઝબકીને તેમને હડસેલી બીકનું માથું ગુફામાંથી બહાર નાસી ગયું હશે ! આનંદઘનજી અધ્યાત્મના નશામાં ચકચૂર ઊંધા પડયા હશે ત્યારે ય બેપાંચ સિંહ કે વાઘ પૂછડી પછાડતા બહાર ભમતા હશે. શરીરને સિંહ કદાચ ફોલી ખાય તે ય શું? શરીર મારું નથી, આત્મા તે હજારે વાઘસિંહને બળામાં સુવાડીને હાલરડું ગાય તે મહાન છે. આવી અન્યત્વભાવના પ્રગટયા વિના આવી સિદ્ધિ પ્રાપ્ત થાય ખરી ?
શ્રીરમણ મહર્ષિ એક વાર વિરુપાક્ષ ગુફામાં સાધના કરવા જતા હતા. રસ્તામાં તેમને હાથ ડાળી પર લટકતા એક મધપૂડાને લાગી ગયે. આ ભૂલનું પ્રાયશ્ચિત તે લેવું જ જોઈએ એમ વિચારીને તેઓ ત્યાં જ ઊભા રહ્યા. મધપૂડાની માખીઓએ જ્યાં સુધી તેમનું શરીર ચાળણી જેવું ન કર્યું ત્યાં સુધી તેઓ ત્યાં જ ઊભા રહ્યા. “શરીર તે હું નથી!” આ