________________
સ્વાનુભૂતિ
ચેતનતત્વ હથેલી પ્રસારે છે અને જડ પદાર્થનું તળિયું સાફ થઈ જાય છે
ચેતનના અણમોલ મણિને રાખવાને જડ પદાર્થ તે દાબડે છે. જડ પદાર્થનું, પૌલિક કૃતિનું, આથી વિશેષ મૂલ્ય નથી. ચેતનનાં ઉત્થાન માટે જ જડની રચના છે. આત્મિક શક્તિનું ભાન આ રીતે અન્યત્વભાવના ભાવતાં ક્રમશઃ ફૂરે છે.
રેલવેના પાટા પર સામેથી ભારખાનું ખેંચતું એન્જિન આવે છે. તે જ પાટા પર એકાદ જીવજંતુ ઍન્જિન સામે ચાલે છે. જડ એન્જિનનું બળ વધારે કે જીવજંતુનું? વિવેકાનંદ કહે છે કે જે તનું. કારણ, તે ધારે ત્યારે રેલના પાટા પરથી નીચે ઊતરી શકે છે. એન્જિનને તેની પિતાની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને કાર્યશકિત નથી. ચેતન પાસે જ્ઞાન છે, આનંદ છે, જ્યારે પરપદાર્થમાં છે ઉપયોગશૂન્યતા, લાગણીશૂન્યતા
એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કે ગાઝાન પિરામીડ ગમે તેટલા આલિશાન ને ભવ્ય હશે પણ હૃદયને વૈભવ ત્યાં નથી. આનંદભરી મસ્તી ત્યાં નથી, મુક્ત ચેતનની બેફામ ખુમારી ત્યાં નથી. સ્વામી રામતીર્થને જીવનવૈભવ જુઓ, અને જડ કરતાં ચેતનનું વર્ચસ્વ કેટલું વધુ છે તે સમજાશે.
બરફના પહાડની ખીણમાં નદીના પુલ પર રામતીર્થ બેઠા છે. આ ભીષણ એકાંતમાં એક પત્ર તેઓ લખે છેઃ “ભાઈ