________________
સ્વાનુભૂતિ સૃષ્ટિ પરનું કેઈ સાહસ કે પરાક્રમ આ અન્યત્વભાવના સેવન વિના શકય નથી.
સામાજિક ક્ષેત્રમાં પણ દેહનું મમત્વ ઓછું થયા વિના– જે અન્યત્વભાવનાનું જ બીજું સ્વરૂપ છે –કેઈ સેવા થતી નથી. ફલેરેન્સ નાઈટીંગેલની વાત તે જાણીતી જ છે. અમીર કુટુંબની તે કન્યા માટે તે કાળે ન થવું તે નટડી થવાથી પણ હલકું ગણાતું. છતાં તે નર્સ બની અને ક્રિમિયન યુદ્ધમાં અઢાર અઢાર કલાક બીમાર શરીરે દરદીઓની સેવાચાકરી કરી અને યુદ્ધના મેદાન પર મરણપ્રમાણ જે ૮૦ ટકા હતું તે ૧૦ ટકા કર્યું. તેજસ્વી સ્નેહદીપિકા- Lady with the lamp-ના વહાલસોયા નામથી તે પ્રખ્યાત થઈ. “શરીર તે હું છું.” એમ માનીને શરીરની આળપંપાળ કરવામાં તે રહી હતી તે તે સેવાની સિદ્ધિ કદાપિ ન પામત. અન્યત્વભાવનાને અજાણતાં ય તેના પર પ્રભાવ ન પડ હોત તે શરીરને પારકું ગણ્યું તે ન ગણી શકત. આ રીતે અન્યત્વભાવના સામાજિક સેવાના ક્ષેત્રમાં પણ ઉપયેગી થાય જ છે.
શેરપા તેનસિંગ ચોમાસુંગ્માના શિખર પર ચઢી શક્ય ત્યારે પણ તેને દેહનું મમત્વ તે ઓછું કરવું જ પડેલું. એમાં હુંમાને અર્થ છે જ્યાં પક્ષીઓ ઉડી શકતા નથી તેવું શિખર. આટલે ઊંચે કેમ જવાય છે તેને ખ્યાલ બીજે માળ પણ લિફટમાં ચઢઊતર કરનાર એવા આપણને નહિ આવે. ત્યાં ઠંડી તે એટલી બધી હોય કે રાત્રે થીજી ગયેલ બૂટને સવારે પહેરવાયોગ્ય બનાવવા માટે સ્ટવ પાસે બે કલાક ગરમ કરવા પડતા. આવી ઠંડીમાં, ઉપરથી બરફના મેટાં ચેસલાં ધસી