________________
સ્વાનુભૂતિ જાપાનમાં જયારે સૈકાઓ પહેલા તે પે ખેંચવા માટે દરડાં નહોતાં ત્યારે ત્યાંની સ્ત્રીઓએ પિતાના સુંદર લાંબા કેશ કાપીને તેમાંથી દોરડા બનાવ્યાં હતાં. કેશમુંડન કરવામાં ય દેહ પરનું મમત્વ તે ઘટવું જ જોઈએ અને દેહ પર છે તેવા ભાન વિના તે શકય નથી.
પ્રાચીન સમયમાં ફેર્મોસાના ટાપુને કરદ્વીપ કહેવાતે. તે કાળે હિંદમાંથી કેટલાક સાહસિક વણિકે ત્યાંથી કપૂર લાવવા વહાણમાં જતા. દરિયામાં તોફાન થતાં ચાંચિયાઓ આવતા. વાંભ વાંભ જાઓ ઊછળતાં છતાં ઘરબાર ને બૈરી છોકરાં મૂકીને હજારો માઈલ દૂર તેઓ જતા. શરીરને મેહ ઓછો કર્યા વિના આ શક્ય નહોતું. કઈ પરાક્રમ કે સાહસ, વીરતા કે પુરુષાર્થનું પણ એમ જ છે. આવા પ્રસંગોએ અજાણતાં ય અન્યત્વભાવનાનું સેવન થઈ જતું.
આજનું વિજ્ઞાન જે સિદ્ધિને પામ્યું છે તેની પાછળ પણ એ જ અન્યત્વભાવના રહેલી છે. દેહભાન ભૂલીને પ્રયોગમાં રચ્યાપચ્યા રહેતા વૈજ્ઞાનિકે એ કારણે જ સિદ્ધિને પામ્યા છે. તેઓ નવી નવી દવાઓના અખતરા પિતાના પર જ કરે છે. શનિ કે ગુરુમાં ઊતરાણ કરવા માટે તેઓ પડાપડી કરે છે. કેટમાં માનવમૂત્ર પીવાના વૈજ્ઞાનિક સૂચને પણ અમલમાં મૂકવા તૈયાર થયા છે. મૃત્યુ તે તેમને ડાબા હાથને બેલ લાગે છે. રમૂજી ટુચકા જેવું લાગે છે. આ બધું, કાં? પણ શરીરાદિ પરપદાર્થ પર મમત્વ ઘટયા વિના તે થતું નથી. એટલું ખરું છે કે તેઓમાં યશુદ્ધિ