________________
સ્વાનુભૂતિ આવતાં હોય ત્યારે ૨૯૦૦૦ ફિટની પાતળી હવામાં એકસીજન સિલીન્ડર ને બરફની કૂહાડી ઊંચકીને જવું અને કેડ પરથી મૃત્યુને હાથ હડસેલીને દુનિયાના ઊંચામાં ઊંચા શિખર પર સૌપ્રથમ પગ મૂકે તે અદ્વિતીય વીરતા છે. પણ જયાં સાહસ, વીરતા પરાક્રમ છે, ત્યાં શરીરને મેહ ઘટેલે જ હોય છે; ને જ્યાં શરીરનું મમત્વ ઘટયું છે, ત્યાં શરીર તે હું નથી' એ જ્ઞાન કાર્ય કરે જ છે. બીજા શબ્દોમાં અન્યત્વભાવના જ ત્યાં હોય છે—જાણે કે અજાણે.
નંદલાલ બેઝનું સતી પતિની ચિત્ર કદાચ તમે જોયું હશે. તે સતીના મુખ પર એ તે તેજપુંજ બેઝ મૂક્યો છે કે તેના ચહેરા પર નજર મૂકતાં આંખ મીંચાવા માંડે. રાજપૂત જોહર કરતી, પતિની ચિતામાં બળી જઈને ગૃહજીવનની પવિત્રતા ને પ્રજાનું લેહી શુદ્ધ રાખતી. એ પ્રથા ભલે જુલમી ને અમાનુષી હોય, પણ તેની પાછળ એક સત્ય છે કે દેહાદિનું મમત્વ જે ઓછું થાય તે જ અગ્નિમાં બળવાની વીરતા પ્રગટે છે. “શરીર તે હું છું એ ભાન મજબૂત હેત તે તેઓ બળવાની હિંમત ન કરત, શરીરનું જ સુખ જોત. જાપાની લેકે પણ મરી જતાં હારાકીરી કરતાં, એટલે કે ખંજર વડે પિતાને ખભાથી પેટ સુધી ચીરે પાડી આંતરડાં બહાર કાઢતાં.
જ્યાં કોઈ પણ સાચું છેટું સાહસ, પરાક્રમ, વીરતા છે ત્યાં દેહ તે હું નથી” એ ડુંક પણ શુદ્ધઅશુદ્ધ ભાન હોય છે અને તેટલે અંશે અન્યત્વભાવના તો ત્યાં સિદ્ધ થઈ જ છે – પછી ભલે અજાણતા હોય. જીવનના જુદા જુદા સર્વ ક્ષેત્રમાં આ પ્રમાણે છે.