________________
સ્વાનુભૂતિ
૨૫.
મમત્વ એગાળનાર અન્યત્વભાવના નથી આવતી ત્યાં સુધી કોઈ કશું જ મૂલ્યવાન આચરણ કરી નથી શકતું. દેહ પર મમત્વ એછું થયું કે જાણ્યેઅજાણ્યે અન્યત્વભાવના જ સીધી આડકતરી રીતે કાર્ય કરી રહી છે તે સમજવુ' રહ્યું.
રાજદ્વારી ક્ષેત્રમાં અન્યત્વભાવના કેવી રીતે કાર્ય કરે છે તે જુઓ. પેાલૅન્ડના એક જાસૂસને જર્મનીએ પકડીને ત્રાસ છાવણીમાં નાખ્યા, તેની પાસેથી વિગતા જાણવા તે જાસૂસને ચાર ફૂટ પહેાળી ને ચાર ફૂટ લાંબી એરડીમાં ગેાંધી રાખવામાં આવ્યે, જ્યાં તે પત્ર પણ લાંબા ન કરી શકે. દર કલાકે તે એરડીનું હવામાન –૨૦° ની ઠં’ડીથી તે + ૧૨૦ની ગરમી સુધી લઈ જવામાં આવતું. એક કલાક ધ્રુવપ્રદેશની ઠંડી, તે ખીન્ન કલાકે રણુપ્રદેશની આગ અનુભવવી પડતી. ગરમ ખદબદતું પાણી કીટલીમાંથી તેના માંમાં રેડવામાં આવતું. જલદ તેજાબના એનીમા તેને આપવામાં આવતા. એક વાર તે તેને આંખે પાટા બાંધીને ચોગાનમાં લઈ જઈ ઝાડ સાથે બાંધવામાં આવ્યે. સામે બંદૂકધારી સૈનિકો કતારબંધ ઊભા. પોલીસના વડાએ હુકમ કર્યાં કે એક એ અને....' પણ તે ત્રણ ન ખેલ્યા, કારણ કે તેને તે માત્ર ગભરાત્રીને જાસૂસ પાસેથી હકીકતા જ મેળવવી હતી. પણ તે જાસૂસ એકના બે ન થયેા કારણ શરીરની તેને પડી નહેતી. શરીર ગયું તે શું ? આવી જે અણીશુદ્ નિમત્વ બુદ્ધિ તેનામાં હતી તે શરીરને પારકુ માન્યા વિના આવતી નથી. અને એ રીતે તે જાણે કે અજાણ્યે થાડાક અંશમાં અન્યત્વભાવના જ પોષી રહ્યો હતેા.