________________
સ્વાનુભૂતિ ભક્તિનું ક્ષેત્ર . રાવણને મંદોદરીને એક પ્રસંગ કે હદયસ્પશી છે! ભક્તિને ખીલવવા દેહને મહ રાવણને તે કરવો પડશે.
વીતરાગની પ્રતિમા સામે રાણી મંદોદરી નૃત્ય કરી રહી હતી અને રાવણ બિન વગાડી રહ્યો હતો. જેમ જેમ આ સંગીત અને નૃત્યની મીઠાશ ઘેરી થતી ગઈ તેમ તેમ ભક્તિના અમાપ ઊંડાણ પ્રગટતાં ગયાં. એક બાજુ ભક્તનાં ખળભળ આંસુ તે બીજી બાજુ વીતરાગદેવનું નિર્લેપ સ્મિત. આંસુ ને સ્મિતનું આ કેવું મિલન ! આ કેવી તે ભાવસૃષ્ટિ, જ્યાં મટ્યલેકની હાનિ ને દુઃખ નાસભાગ કરે છે. અચાનક રાવણની બિનનો તાર તૂટે છે અને પરમ તત્ત્વની સંગીતમય આરાધનામાં અવરોધ ઉત્પન્ન થાય છે. “શરીર તે હું છું એ ભાન રાવણને હેત તે તરત બિન પછાડીને ઊભે થઈ ચાલી જાત, પણ ભક્તિના નશામાં “શરીર તે હું નથી એ અન્યત્વભાવના તેને સ્પશી અને જાંઘ ચીરીને શરીરની નસ કાઢી બિનના તારની જગ્યાએ જોડી દીધી. મંદોદરીને નૃત્યને તાલ ચાલુ રહ્યો. ભક્તિ અખંડિત રહી. સંગીત ચાલુ રહ્યું. નૃત્ય ચાલુ રહ્યું. ભક્તનું રુદન પણ વણથંભ્ય ચાલુ રહ્યું. રાવણના ભક્તિભીનાં અશ્રુઓ કેઈ અગમ્યને ખોળે અદીઠને ઓવારે, અયના ગર્ભ માં જઈને અટક્યાં.
“શરીર તે હું નથી” એ ભાન રૂ૫ અન્યત્વભાવના પ્રકાશી ન હોત તે રાવણ કદી પણ તેની જાંઘ ચીરી ન શકતા તે ભક્તિ અધૂરી રહેત. ભક્તિને સફળ કરવા ય અન્યત્વભાવનાની જરૂર રહે જ છે. જીવનના જુદા જુદા ક્ષેત્રમાં આ રીતે દેહનું