________________
સ્વાનુભૂતિ નથી, તું મવિહારી ગરુડ છે. ગ્લેમમાં ખૂંચેલ માખી નથી પણ વિશ્વને પિતા ને સંસારનો સ્વામી છે. તું જડ નથી, ચેતન છે.
જડ પદાર્થથી આવું માનસિક વિખૂટાપણું અન્યત્વભાવના લાવી દે છે. પછી તમે બાળકને પારણામાં ઝૂલતું જુઓ ત્યારે થશેઃ “હું પિતા નથી, આ તે “પર” પદાર્થ-કર્મઅણુને ચિત્રવિચિત્ર પ્રભાવ છે.” ચાવીને ગૂખમો લટકાવીને ગૃહરાણી સામી આવે ત્યારે તમને થશેઃ હું પતિ નથી આ સ્ત્રી તે અન્ય છે, પર છે. હું ભિન્ન છું. આ સર્વ પર પદાર્થ કમઅણુની જોગમાયા છે. પ્રિયાના સેનેરી ઝુલ્ફમાં મેં સંતાડીને સુનાર જે અન્યત્વભાવના ભાવશે તે રાડ પાડીને બેલી ઊઠશેઃ “હું કામાંધ-વિષયી નથી. હું તે અશરિરી, અભેગી, કેવળ શાંત મૌનનો બનેલો છું.” શરદને ચાંદ ઊગે છે, નીલસરવર ચાંદનીમાં સ્નાન કરે છે, અને રાતું કમળ તેની વચ્ચે ઝોલાં ખાય છે. આવું સુંદર કાવ્ય જેનારને પણ અન્યત્વભાવના સ્પશી હશે તો તે વિચારશે કે, આ બધું જોનાર આંખ ને સાંભળનાર કાન મારા નથી, પણ કાર્મિક અણુ પાસેથી ઉછીના લીધેલા છે. બધું જ પરપદાર્થ–કમના અણુની તેફાન મસ્તી છે. તે કામિક આણુની છાતી ચીરનાર વાઘનખ રૂપ હું તે ચેતન છું–ત્રિલોકને અનન્ય પતિ. અન્યત્વભાવના આવી ખુમારી પણ પ્રગટાવે છે.