________________
૨૦
સ્વાનુભૂતિ બાજુ “હું આ શરીરાદિથી ભિન્ન છું એ એક વાક્યનું પ્રતીતિજન્ય જ્ઞાન મૂકે, અને જુએ કે એ એક વાક્યનું વજન સંસાર આખાને બુડાડે તેટલું છે કે નહિ. * એક બાજુ રશિયા ને અમેરિકાની ભેગી કરેલ ટેન્કો અને મશીનગનેનું બળ મુકો અને બીજી બાજુ
હું આ શરીરાદિ નથી' એ એક વાકયના જ્ઞાનનું. બળ મૂકે. એ એક વાકયના જ્ઞાનના આ પ્રચંડ ઉજાસ સામે ટેન્કો ને મશીનગને રમકડાં લાગશે.
એક બાજુ ગાંધર્વનગરોની અને અરેબિયન નાઈટસની હુરોનાં વિલાસી મુખને મૂકો અને બીજી બાજુ “હું આ શરીરાદિથી ભિન્ન છું' એ એક વાક્યથી જ્ઞાન જન્ય શાન્તિ ને સુખ મૂકે. એ એક વાયના આંતરિક સુખના અમાપ વિસ્તાર પાસે એ વિષયજન્ય સુખ કેતરાં ને છાલ જેવું શુદ્ર લાગશે.
જરૂર નવું નવું જાણવાની નથી, પણ જે કાંઈ જાણીએ છીએ તે ભૂલી જવાની છે. જાણ્યા કરતા ભૂલવું ઘણું કઠિન છે. આપણે ભૂલી જવું જોઈએ કે, હું શરીર ને પ્રિય . વિષય ને કષાય છું, ઊમિને સંવેદન છું. આપણે ભૂલી જવું જોઈએ કે, હું મસ્તિષ્ક ને હૃદય છું, ચિત્ત ને પ્રાણું છું. વૃત્તિ ને ટેવ છું. સંજ્ઞા ને સંસ્કારો છું. એટલી હદ સુધી ભૂલી જઈએ કે ઉપનિષદના પેલા ત્રષિ જેમ બોલી જઈએ કે,