________________
સ્વાનુભૂતિ
૧૯
ચણીખાર છે તે ચેતન કોહીનૂર છે; જડ ફાટલતૂટલ આસનિયુ છે તેા ચેતન રત્નજડિત મયુરાસન છે; જડ માંનુ થૂંક ને જીભની લાળ છે તેા ચેતન આંખનું અમી ને અંતરના પ્રકાશ છે; જડનું મૂલ્ય સૂકા પાંદડા જેવું છે તે ચેતનનું મૂલ્ય શહેનશાહેાનાં તખ્તા અને સલ્તનતાની સમશેથી યે અસંખ્ય ગણુ છે. જડ અને ચેતનનું આવું તુલનાત્મક મૂલ્ય જે આળખે છે તે બેઉ વચ્ચેના ભેદ સ્પષ્ટ જોઈ શકે છે અને અન્યત્વભાવના તેને સિદ્ધ થાય છે.
6
આ રીતે જડ અને ચેતનનેા, જીવ અને પુદ્ગલના, ‘સ્વ' અને પર'ના ભેદ આપણે કરવા જ રહ્યો. સ્વ ના વિભાગમાં ઉપા॰ યશેાવિજયજી લખે છે તેમ * શુદ્રિવ્યમેવમ્ શુદ્ર જ્ઞાનમુળેમષ !- હું શુદ્ધ આત્મદ્રવ્ય છું અને જ્ઞાન મારા ગુણ છે.’ આ છે ‘સ્વ ’, પરના વિભાગમાં આવશે. સ`સાર, વિષય ને કષાય અને તેમાંથી થતી ક્રિયાપ્રતિક્રિયાએ. સ'સારના સમગ્ર પદાર્થોં પર ’ના વિભાગમાં છે, અને તે નિર્વિકલ્પપણે જોનાર ને જાણનાર શુદ્ધ દ્રષ્ટા • સ્વ ’ના વિભાગમાં છે. ‘ સ્વ ’નું ઘર નિરાળુ’ છે. ‘ સ્વ ’ની રહેણીકરણી અનેાખી છે. સ્વાનુભૂતિનું આ મૂલ્ય કાણુ સમજશે ? પણ કૂટિમાં રહેનાર બિલ્લ શી રીતે સમજશે કે ચક્રવર્તીના મહેલના ઝુમ્મરમાં રહેલ એક એક હીરાનુ મૂલ્ય તેના પથ્થરના હથિયારથી કેટલુ વિશેષ છે ?
એક માજીના પલ્લામાં દુનિયાભરની યુનિ. વર્સિટીનાં પુસ્તકો-પ્રોફેસરાનું જ્ઞાન સૂકા અને બીજી