________________
૧૭
સ્વાનુભૂતિ કારણ અને કયાં અમેરિકન રાજકારણ! છતાં બેઉ મિત્રહૃદયને વિશ્વાસ છે કે, પરસ્પર પ્રેમનું બળ બેઉને મેળવશે. એક દિવસ રશિયને વાયરલેસ પર પૂછયું: “કદાચ તું સામે મળે તે તને ઓળખું શી રીતે?”
અમેરિકને કહ્યું “તું મને પૂછજે કે જેમાં લન્ડનનું પુસ્તક તમે કેટલી વાર વાંચ્યું છે? અને હું કહીશઃ દશ વાર–આપણું આ જ ઓળખ.”
વર્ષો વીતી જાય છે. યુદ્ધ પછી જર્મનીના ભાગલા થયા. રશિયાના જર્મનીમાંથી એક અમેરિકનને પકડવામાં આવ્યા ને એક રશિયન લશ્કરી વડા સામે લાવવામાં આવ્યા. શંકાસ્પદ રીતે નાસભાગ કરવાના આરોપસર તેને ખડો કરવામાં આવ્યો હતે.
અમેરિકનને અવાજ સાંભળીને રશિયન ઓફિસર ચમકે છે. વર્ષો સુધી પૃથ્વીના બીજા છેડેથી જે અવાજ તે પ્રેમપૂર્ણ હૃદયથી સાંભળતે તેની તેને યાદ આવી ગઈ. તેણે પૂછ્યું : “જેકેબ લન્ડનનું પુસ્તક તમે કેટલી વાર વાંચ્યું છે?' અમેરિકનના મુખ પર આનંદને તરવરાટ આવ્યા. તે બોલ્યા: “દસ વાર.” કેવા સંજોગોમાં બંને મળ્યા ! પેલે રશિયન તેને પિતાની દેખરેખ નીચે લઈ જીપ ગાડીમાં રશિયન સરહદની બહાર મૂકી આવે છે. હૃદયની ભાવનાનું આ બળ છે, ચેતનનું બળ છે જે પરિસ્થિતિને ધારે તેમ ઘડી શકે છે, સંસારના સર્વ પદાર્થોને કઠપૂતળીને નાચ શીખવી શકે છે. હૃદયના પ્રત્યેક વિચાર, ભાવના ને કૃતિનું આ જમ્બર બળ છે, જે જડ પદાર્થોને દોરીસંચાર કરી ધારી ઊથલપાથલ