________________
૧૮
સ્વાનુભૂતિ કરાવી શકે છે. વર્ચસ્વ જડ પર ચેતનનું છે. આ હકીકત અન્યત્વભાવના સમજાવે છે. તે સિંહ છે, ગરુડ છે, તાજધારી રાજરાજેશ્વર છે. આ ભાન આપોઆપ ખાતરી કરાવશે કે, તું સસલું નથી, કે માખી-મચ્છર નથી, કે કેઈ ચપરાશી નથી. તું ચેતન છે એ પ્રતીતિ જ તને આપોઆપ જણાવશે કે તું જડ નથી.
ચેતનનું જડ પર વર્ચસ્વ સૂચવતે બીજો એક પ્રસંગ જોઈએ. એક જુવાન લૌરી-ડ્રાઈવર હતે. વાંસના ભારા લોરીમાં ભરી તે જાતે હતો. હદયમાં સ્વપ્ન હતાં. ગુલાબી ભવિષ્યની ખુ સૂંઘત તે લેરી હંકાયે જતો હતો ત્યાં સ્ટીયરીંગ હીલની નીચેની મશીનરીમાં એકાદ વાંસ ભરાતાં તે રસ્તાને વળાંક ન લઈ શકો અને મકાન સાથે અથડાયે. તેના પગ કાપવા પડ્યા. આખી જિંદગી સુધી હીલચેરમાં બેસવાનું. ઘોડેસ્વારી ને તરવાનાં તેનાં સ્વપ્ન ભૂંસાઈ ગયાં. પણ તે તે ચેતન હતો. જડને જીતવા શેને દે? ચેતને તેની જ્ઞાનશક્તિ અજમાવી. પુસ્તક વાંચવા શરૂ કર્યા. શરૂઆત જાસૂસી ને પ્રેમની નવલકથાથી કરી. પછી ઇતિહાસકથાઓ, પછી રાજકારણ વિષે વાંચતે ગયે. વાંચ્યું એટલે વિચાર આવવાના જ. ને વિચારો વ્યક્ત કરવા મિત્રવર્તુળમાં રાજકારણની ચર્ચાઓ કરતે ગયે. મિત્રએ તેને સેનેટમાં ચૂંટ. ચૌદ વર્ષમાં ૧૫ હજાર પુસ્તક વાંચનાર આ કર્મવીર જિયાને સેક્રેટરી ઓફ સ્ટેટ વિદેશમંત્રી બન્યા.
આવા તે અનેક દાખલાઓ છે જે બતાવે છે કે જડની અનંતશક્તિ છે તે ચેતનની અનંતાનંત ગણી શક્તિ છે, જડ