________________
પ્રકરણ ત્રીજું આ અન્યત્વભાવના જેમ જેમ ખીલતી જાય છે તેમ તેમ દેહાદિ પરનું મમત્વ ઘટતું જાય છે. બારે ભાવનાઓની એ જ ખૂબી છે. હું શરીર છું તે દેહાત્મભાવ છેડાવવા માટે જ દરેક ધર્મ, તત્ત્વજ્ઞાન, નીતિના પ્રયત્ન છે. નહિ તે તેનું મૂલ્ય કડવી બદામ કે કાણી કેડીથી વિશેષ ન હેત.
ભગવાન મહાવીરનું જીવન ખરું પૂછે તે આ અન્યત્વભાવનાનું જ જીવતું જાગતું આચરણ છે. ભગવાન મહાવીર એક વાર ધ્યાનસ્થ દશામાં સ્થિર ઊભા હતા ત્યાં કેટલાક વટેમાર્ગુઓ આવ્યા. ભગવાનના બે પગ વચ્ચે ચૂલો સળગાવ્યું અને તે પર તપેલી મૂકીને રઈ પકાવવા લાગ્યા. ભગવાન એટલે મૂર્તિમંત પૂર્ણ અન્યત્વભાવના. દેહભાવ હતું જ નહિ, તેથી શાંત અને સ્થિર ઊભા જ રહ્યા. સંસાર પદાર્થોને તમામ રાગ ત્યાં મૃત્યુ પામ્યું હતું કારણ સ્વને પરની ઓળખ ત્યાં હતી, પછી બાકી શું રહે? માત્ર પ્રસન્નતા ને ગંભીરતા. - દરેકદરેક ક્ષેત્રમાં આ અન્યત્વભાવના સિદ્ધ થયા વિના કશું જ ફળ મળતું નથી–પછી તે રાજદ્વારી ક્ષેત્ર હોય, ગૃહજીવન ક્ષેત્ર હોય, સેવાનું સામાજિક ક્ષેત્ર હોય કે કોઈ પણ. જાણે કે અજાણ્યે દેહાદિ પરનું મમત્વ ઘટયા વિના-દેહને પારકે માન્યા વિના માનવજીવનના કેઈ ક્ષેત્રે તે આગળ આવતું નથી.