________________
સ્વાનુભૂતિ તને પૂછે કે, બેલ ભાઈ! તું કહે તેમ તારું ભાગ્ય રચું !
ચેતનને પુરુષાર્થ દુનિયાભરના પદાર્થોને ખરીદી લે તે છે. તેની આ અમાપ શક્તિથી જ તે વિશ્વના પ્રવાહને તેના સ્વપ્નના તીર્થઘાટે વાળી શકે છે. જડ પર ચેતનનું જ વર્ચસ્વ છે તે બતાવતાં એકાદ બે દષ્ટાંતે જોઈએ. આ દષ્ટાંતે સત્ય છે ને હમણાં જ બનેલાં છે.
યુદ્ધ દરમિયાન જર્મનીની એક ત્રાસછાવણનું દ્રશ્ય છે. તેની એક અંધારી કેટડીમાં એક સ્ત્રીએ તીણુ કાચના ટુકડા વડે ગળું કાપીને આત્મહત્યાને નિષ્ફળ પ્રયત્ન કર્યો તે માટે તેને ફટકારવામાં આવે છે. બાજુની જ ઓરડીમાં એક પુરુષને લશ્કરી ઉપરીએ આવીને માર મારીને તેના દાંત તેડી નાખ્યા છે. સ્ત્રી ને પુરુષની અંધારી કોટડીઓ વચ્ચે એક માત્ર દીવાલ છે. બેઉ એકબીજાનાં દુઃખનું માત્ર અનુમાન કરી શકે છે. બેઉએ ગુપ્ત ભાષા રચી પરસ્પર સંપર્ક સાધવાનું નક્કી કર્યું. સામસામા તે એકબીજાને જોવાની તક મળે તેવું નહોતું, પણ તેઓની કેટડીઓ વચ્ચેની સમાન દીવાલ પર ટકેરા મારીને ભાષા બનાવી હતી. એક ટકે રે A, બે ટકરે કે, ત્રણ ટકે રે C એ રીતે ભાષા બનાવી પરસ્પરે પૂર્વજીવનની કહાણી એકબીજાને કહી. આવી આપલેથી બેઉને જાણ થઈ કે તેઓ પાંચેક વર્ષ પૂર્વે કોઈ ચૅરિટી બોલમાં મળેલા. રોજ આ રીતે ટકરાની ગુપ્ત ભાષામાં વાત થતી જાય ને પરિચય વધતું જાય.
યો. ૨૧