________________
સ્વાનુભૂતિ રામની ચિંતા તું કર નહિ. હું અહીં એકલોઅટૂલે નથી. પવનરૂપ પરિચારિકા મને પંખે વીંઝી રહી છે. વર્ષારૂપી ચાકરડી મને સ્નાન કરાવી ગઈ છે. દૂર જંગલમાંથી જંગલી પશુઓ ચિત્કાર કરીને મને કહી રહ્યા છે: “હે સ્વામી! અમે સેવકે હાજર છીએ !” રામની તું દયા ખાય છે ? રામ તે શહેનશાહને શહેનશાહ છે.
ચેતનની આ ખુમારી તે જુઓ! જડ તે આખરે જડ છે. તેનામાં લંબાઈને પહોળાઈ છે, ઊંચાઈ પણ હશે, પણ ઊંડાણ નથી, જે ઊંડાણમાં જ્ઞાનની મસ્તી અને આનંદને નશે સતત ઉછાળા મારે છે. બ્લીકન બ્રિજ કે આસનો પહાડ ભવ્ય હશે, વિરાટ હશે, પણ સમૃદ્ધ નથી. સમૃદ્ધ છે કેવળ ચેતન, જે જડનું સંચાલન ને નિયમન કરી રહ્યું છે. વર્ચસ્વ તે ચેતનનું જ છે.
આખરે તે આપણામાં પ્રતિપળ જે વિચાર ને લાગણીઓ થાય છે તેની અસર પરિસ્થિતિઓ પર પડે છે. આપણા વિચાર ને ભાવનાઓના સંયુક્ત બળ વડે પરિસ્થિતિને ઘાટ ઘડાય છે. આથી જ વર્ચસ્વ આપણું રહ્યું છે. જડનું નહિ. ઈકબાલ કવિએ લખ્યું છેઃ
ખુદી કે કર બુલંદ ઇતના, તૂ હર તકદીર સે પહેલે ખુદા બંદે કે ખુદ પૂછે, બતા તેરી રજા ક્યા હય!
અર્થ તારે પુરુષાર્થ એટલે તે પ્રચડ ને ઉગ્ર બનાવ કે તારું નસીબ લખતાં પહેલાં ખુદ ઈશ્વર