________________
પ્રકરણ બીજું રાત પડે છે અને આપણે પથારીમાં પડતું મૂકીએ છીએ
પંખીઓ પ્રભાતના ગાન ગાય છે અને આપણે જાગી. ઊઠીએ છીએ.
રાત પછી રાત જાય છે અને દિવસ પછી દિવસ જાય છે. કાળની હથેલીમાં જીવનચક્ર ઘૂમતું રહે છે. જે હેતુ માટે આ સંસારયાત્રાનું નિર્માણ થયું છે તે તે અણધાયેલ, અણસ્પર્શવેલ, અપ્રાપ્ત જ રહે છે. “સ્વ” ને “પર” પદાર્થોનું પૃથક્કરણ કરવાને જ મુખ્ય હેતુ આ સંસારની યાત્રાનો છે.
પરને ઉત્સર્ગ અને “સ્વ”ની અનુભૂતિ તે જ ખરું આખરી ધ્યેય છે. શુદ્ધ આત્મદ્રવ્ય અને જ્ઞાનગુણ તે હું છું, બીજુ બધું જ પારકું છે, કમકૃત છે, બહારથી વળગેલ છે. એ કાંઈ અંદરથી ઊગેલ નથી. આ ભાન પ્રાપ્ત કરવા માટે જ તપ, જપ, તીર્થયાત્રા, સ્વાધ્યાય અને સર્વકાંઈ કરવાનું છે. ;
અન્યત્વભાવના સિદ્ધ કરવા માટે એક સત્ય જોરશોરથી સમજવું જોઈએ કે વિશ્વમાં વર્ચસ્વ જડ પદાર્થનું નથી, ચેતનતત્વનું છે. જડ કરતાં ચેતનની શક્તિ અપાર અને અદ્વિતીય છે. આજે આપણે જડને સર્વ સત્તાધીશ માન્યું છે અને ચેતનને તે માત્ર ગરીબ બાપડું બનાવી દીધું છે, અને તે એટલે સુધી કે પરપદાર્થની ભિન્ન તેને સ્વતંત્ર દરજજો જ રહેવા નથી દીધે! આથી જ સૌપ્રથમ જરૂર એ સત્ય અનુભવવાની છે