________________
૫૮
આત્મબોધ - હે સચ્ચિદાનંદ ! તારા સચ્ચિદાનંદ પદમાં સ્થિર થવાને પુરુષાર્થ આદરજે. ૧૦૧.
હે મેક્ષાથી ! મુક્તિપુરીમાં જવાને પુરુષાર્થ આદરજે. ૧૨.
હે જીતેન્દ્રિય! મન, ઈન્દ્રિય પર જીત મેળવજે. ૧૦૩. હે વિજેતા ! વિષય, કષાય પર વિજય કરજે. ૧૦૪. હે સુખાથી ! આત્મિક સુખને પુરુષાર્થ કરજે. ૧૦૫.
જે કંઈ મળ્યું છે તેમાં એવા મહિત ન થઈ જાવ કે જેથી જેની કૃપાથી મળ્યું છે તેને ભૂલી જવાય. એવા સર્વને ત્યાગ કરી દેવું જોઈએ કે જેમાં આસકત થવાથી કૃપાળુને ભૂલી જવાનું બનતું હોય. સુખની પ્રાપ્તિ થાય છે પુણ્યના ઉદયથી. પુણ્યને ઉદય થાય છે પુણ્યના બંધથી. પુણ્યને બંધ થાય છે ધર્મને આરાધનથી. ધર્મ મળે છે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી, માટે સુખનું મૂળ કારણ તરણું તારણ પરમાત્મા જ છે. ૧૦૬.
એ પરમાત્માને જ જીવ ભૂલી ગય! અને એમની કૃપાથી મળેલા વૈભવ સુખમાં જ આસક્ત થયે તેને રાગી બન્યું! શું આ કૃતજ્ઞતા નથી! ૧૦૭.
તમે એ પરમ પિતા તરફ દષ્ટિપાત કરે.............એને જોવા માટે દષ્ટિ સૂક્ષ્મ બનાવે. એને જેવા બાહ્ય જગતના ઝગમગાટમાંથી મુક્ત થાઓ. આંખે બંધ કરીને સ્થિર બને....પછી એ પરમ પિતાનું નામ લઈ પોકાર ચાલુ રાખે...અધીર ન બને. એક વખત દર્શન થયા પછી કયારેય એ તમને છેડી જશે નહિ. ૧૦૮.