________________
સ્વાનુભૂતિ તે તું નથી અનુભવતે. એ બધે કર્મવ્યવસ્થાને ફાળો છે. કામિક આણુએ આપેલ ફળ છે. કર્મના અણુઓની તમામ શક્તિને અંગુઠા નીચે દબાવી રાખે તે તું તે અમર પ્રકાશ છે. આ રીતે હું કેણની શોધ અન્યત્વભાવના આગળ વધારે જ છે.
જ્યાંથી “હું ને હુંકાર નીકળે છે ને “મારા ને મમકાર નીકળે છે તે ધ્વનિનું ઊગમ સ્થળ પ્રાણ ને તેની વિદ્યુત તે હું નથી એમ પણ અન્યત્વભાવને શીખવે છે. એ પ્રાણની વિધતું વિષય ને કષા દ્વારા સતત પ્રગટતી જ હોય છે એ પણ પુદ્ગલની ભૌતિક રચના છે. અન્યત્વભાવના કહે છે, વિષય ને કષાય રૂપ સંસારની ચિકાશથી જ ખરડાય છે તે તું નથી. તું તે અચલ, અખંડ, અલિપ્ત ચિન્મયમૂર્તિ છે. “ઝગમગ
તિ અપાર છે શૂન્યમાં ધૂન લાગી” એવા અખાથી સ્તવાયેલ પ્રદેશને તું માલિક છે, જ્યાં વિષય ને કષાયની આભડછેટ પણ નથી.
અન્યત્વભાવના કહે છે કે, “તું શરીર ને ઇન્દ્રિયે, મસ્તિષ્ક ને હૃદય, ચિત્તને પ્રાણ–આ બધાથી અન્ય–જુદું જ કોઈ વિરાટ તત્ત્વ છે, જ્યાં અનંતતાએ માળે રચે છે. તું ઠોઠ નિશાળિયે ય નથી અને વિદ્વાન પંતુજી પણ નથી કારણ તું તે ત્રિકાળવ્યાપી ત્રિલેકવત જ્ઞાનસ્વરૂપ છે. દુઃખથી જર્જરિત થનાર કે સુખથી પાંગરનાર તું નથી કારણ તું તે આનંદઘન છે.”
તું સાધુ નથી કે શેતાન નથી કારણ તું તે પરમ સ્વરૂપ પરમાત્મા છે. તું મનુષ્યલેકમાં હરતીફરતી જીવતી