________________
સ્વાનુભૂતિ ભારથી પણ વધુ વજનવાળું લાગશે. એ ભારને અનુભવ કરાવીને અન્યત્વભાવના કહે છે કે, તું તે સર્વ ભાર ને વજનથી મુક્ત છે. તું તે હવા ને પ્રકાશથી પણ નાજુક ને નિબંધ છે. તું ચિત્ત નથી; ચિત્તની વૃતિઓ તે તું નથી; સંકલ્પ– વિકલ્પ તે તું નથી, જૂનીનવી ટેવે તે તું નથી, ચિત્તભૂમિનાં પુરાણાં પડે નીચે દટાયેલ સંસ્કારનું માળખું તે તું નથી; સારા-નરસાનાં, સુખ–દુઃખનાં, પ્રિય-અપ્રિયનાં, રાગ-દ્વેષના જે જે સંવેદને ચિત્ત અનુભવે છે તેમાં તું નથી.
મેઘદ્દતમાં વર્ણવેલ આષાઢી મેઘ સામે જે, કે જાજરુની ગંદકી સામે જે તાજમહાલના ગેળ ઘુમ્મટ સામે જે, કે એકાદ કબર પરના ગોળ લીસા પથરાઓ પર જે; રાજનર્તકીના રત્નાભૂષણથી દીપડા અંગમરોડ સામે જે, કે પાનખરનાં પર્ણહીન વૃક્ષનાં ઠૂંઠાં સામે જે સ્નેહાતુર પ્રિયતમાના મૃદુ લેચનમાં જે, કે રગતપિતિયાના લડબડતા હોઠમાં જે, ટેકરીના હેળાવ પર લહેરાતાં નરગીસનાં ફૂલે સામે જે કે કાળા કોળિયાને પીળા વીંછી સામે જોતું જે કાંઈ આ જોઈને સંવેદને અનુભવે છે તેમાં તારી છાયા પણ નથી. તું તે આ બધાથી અલિપ્ત માત્ર દ્રષ્ટા છે, પ્રેક્ષક છે, જેનાર ને જાણનાર છે. એથી વધુ સંબંધ તારે કઈ ચીજ સાથે કશું જ નથી. ના, તું ચિત્ત નથી કે તેમાં ઊછળતી વૃત્તિઓ ને ટે નથી, સંસ્કારો ને સંજ્ઞાઓ નથી. અન્યત્વભાવના કહે છે કે, આ બધાંથી તું અન્ય છે, કાંઈક બીજુ જ છે. હજુ આગળ ચાલ. વધુ ખેદ. તારું અસલ વતન “કેડીએ”ના દેશમાં નથી, “લાલ રતન'. વાળા દેશમાં છે. જે કાંઈ હર્ષશેક, ઉલ્લાસ, ઉદાસીનતા થાય છે