________________
સ્વાનુભૂતિ અને હૃદય (Heart)માં ક્ષણે ક્ષણે વિચાર ને લાગણીનું તંત્ર ભમતું જ હોય છે. ક્ષણમાં થાય છે કે, મંદિરના શિખરને નમું તે ક્ષણમાં મહેલના ઝરૂખા નીચે આળોટવાનું મન થાય છે. ક્ષણમાં થશે, હું કુતૂબમિનાર કે એફિલ ટાવરથી યે ઊંચે છું ને ક્ષણમાં થશે, હું ઘાસ ચરતાં ઘેટાં-બકરાં જે ક્ષુદ્ર છું. ક્ષણમાં થશે કે, દુઃખીને વાંસે પંપાળું, તે વળી ક્ષણમાં થશે કે, સુખીના પગ તેડી નાખું. આવા પ્રત્યેક વિચાર ને લાગણી મસ્તિષ્ક અને હૃદયમાં ઝપાટાભેર પસાર થતાં જ હોય છે અને તે દરેકમાં આપણે આપણે અંશ રેપીએ છીએ-આપણું પ્રતિબિંબ તેમાં જઈને આપણી જ જાતને ભાગ તેઓને માનીએ છીએ. અન્યત્વભાવના કહે છે કે, જે પદાર્થમાંથી વિચાર જન્મ છે તે તું નથી. વિચાર પણ મનોવણનું પુદ્ગલ છે. લાગણીઓ પણ કર્મ સ્કંધની પ્રતિક્રિયા છે. વિચાર–લાગણમાં તારું કશું જ રોકાયેલું નથી. તું મસ્તિષ્કને વિચાર નથી. હૃદયની લાગણી નથી. તે બંનેથી પર તું તે નિર્વિચાર અને લાગણીશૂન્ય કઈક અદ્ભુત પદાર્થ છે. અન્યત્વભાવના આ રીતે હું કેણની શોધ આગળ વધારે છે, સ્વ ને પર વિભાગ પાડતી જાય છે.
આ અન્યત્વભાવના કહે છે કે, તું ચિત્ત નથી અને ચિત્તમાં રહેલ વૃત્તિઓ, ટેને સંસ્કાર પણ નથી. વાંસના જંગલમાં એકાદ ખિસકેલી કે સસલું ભરાઈ ગયું હોય તે રીતે આપણું ચિત્ત અનેકવિધ વૃત્તિઓ, ટેવે ને સંસ્કારોમાં અટવાયેલું છે. પરસ્પર વિરેધી વૃત્તિઓ, જૂની ને નવી ટે કાળજૂના સંસ્કારોથી ભરેલું આપણા ચિત્તનું આપણે શાંતિથી નિરીક્ષણ કરીશું તે તે સૂર્ય, ચંદ્ર ને પૃથ્વીના ભેગા કરેલ