________________
સ્વાનુભૂતિ તે શેર-બજારમાં જ રાચી રહેત. મારી અંતરની શુભેચ્છા છે કે તેમનું અને વાચકોનું મેં શુભ તત્ત્વ તરફ જ રહો. મેં ગામ ભણી હશે, પછી પડાય તે પડાય પણ વાગતું નથી. અવળી દિશામાં મેં હશે તે પડતાં ખૂબ વાગે છે. એક વાર મેં સાચી બાજુ ફર્યું કે ગતિ આપોઆપ મેડીવહેલી થશે જ.
ભગવાન મહાવીર અને બુદ્ધના જીવનચરિત્રો વાંચતા સ્પષ્ટ સમજાય છે કે જન્મજન્મને પરિશ્રમ ત્યાં હતે. વિકાસની આ ક્રિયા અત્યંત ધીમી છે. “પૈસે પૈસે એકઠા કરી લક્ષાધિપતિ થવાય ને કાંકરે કાંકરે પાળ બંધાય તેવું જ અહીં છે. ભગવાન મહાવીર કે બુદ્ધ એક દિવસમાં પેદા નહોતા થયા. જન્મજન્મની કારમી મથામણે પછી તેમનું મેં સાચી બાજુ ફર્યું હતું.
જરૂર છે તે જાગૃતિની. સૌ પ્રથમ સંકલ્પ કરનાર કોણ છે તે પ્રત્યે પણ જાગ્રત રહીએ અને સંકલ્પ કેટલે સિદ્ધ થાય છે તે પ્રત્યે પણ જાગ્રત રહીએ. સતત જાગૃતિ લાવવી પડશે. સૌને આવી જાગૃતિ આવા પ્રકાશને દ્વારા મળે એ શુભ કામના.
રવિશંકર મહારાજ
મન્સુર બિલ્ડિંગ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ, તા. ૯-૬-૬૧