________________
આત્મબોધ
આત્માનું શુદ્ધ સ્વરૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર દ્વારા પ્રગટ થાય છે. ૫.
સિંહ માંસ ભક્ષણ કરે છે, છતાં તે ધારે તે બે ત્રણ દિવસ માટે માંસ પિતાની ગુફામાં રાખી શકે, પણ તેનું પેટ ભરાય એટલે તે બીજા દિવસની ચિંતા કરતું નથી, અને સંગ્રહવૃત્તિને પોષતું નથી, તેથી તે પાંચમી નરકથી આગળ જતે નથી. ત્યારે માનવી પાસે ઘણું દિવસને સંગ્રહ હોવા છતાં તેની સંગ્રહવૃત્તિ અતિ વધેલ હોવાથી તે સંગ્રહવૃત્તિને કારણે સાતમી નરક સુધી જાય છે. ૬.
મર્યાદા ઉપરાંત વધારે ખર્ચ કરનાર એટલા માનવને ભુખે મારવાનું પાપ આચરે છે. ૭.
જેમ આપણે ભજન કરીએ છીએ અને નિસાર ભાગને ત્યાગ કરીએ છીએ, જે કઈને પેટ સાફ ન થાય તે તેને આપણે રેગી કહીએ છીએ. એ જ પ્રકારે જે ધનને સંગ્રહ કરે છે, પરંતુ ત્યાગ (દાન) કરે નથી, તે પણ રેગી જ છે.
જ્યાં ગ્રહણ ક્રિયા છે, ત્યાં ત્યાગ ક્રિયા અવશ્ય હેવી જોઈએ, એ કુદરતી નિયમ જ છે. ૮.
સાધન અનેક હોય શકે, અને સાધ્ય એક જ હોય. દ. સાધનને સાધ્ય માનવું તે ભૂલ છે. ૧૦.
જે સાધન વડે ભાવે શુદ્ધ થતાં જાય તે સાધન સાચું, તેના વડે જ સાધ્યની સિદ્ધિ થાય છે. ૧૧.
ધર્મ અને ધમી જુદા નથી, પરંતુ એક જ છે. ૧૨.