________________
C
આત્મબોધ
પ્રવૃત્તિ અને નિવૃત્તિને ભેદ વિરલા જ જાણે છે. ઘણું લેકે કામકાજ છોડી જડ જેમ બેસી રહેવાને જ નિવૃત્તિ માને છે. આવી નિવૃત્તિ અજ્ઞાનજન્ય છે. સાચી નિવૃત્તિ કેને કહે છે? પ્રવૃત્તિ એટલે હું અને મારું એ ભાવ દિલમાં રાખીને જે જે કાર્ય કરવું અને હું અને મારું એ કેન્દ્રમાં બધું ધનધાન્ય, દૌલત વગેરે સંગ્રહ કરવું, એનું નામ પ્રવૃત્તિ છે. અને જ્યારે જ્યારે હું અને મારું એ ભાવ ઘટવા માંડે છે, ત્યારે નિવૃત્તિને ઉદયકાળ થાય છે, અથવા સ્વાર્થભાવથી કરેલ સર્વ કર્મો પ્રવૃત્તિમય છે, નિસ્વાર્થ ભાવથી કરેલા સર્વકર્મી નિવૃત્તિમય છે. નિવૃત્તિ જ સર્વ નીતિ અને ધર્મનું મૂળ છે. નિવૃત્તિ પૂર્ણતા સંપૂર્ણ આત્મત્યાગ (સ્વાર્થ ત્યાગ) માં રહેલી છે. સર્વથા મેહને ત્યાગ તે જ નિવૃત્તિની પૂર્ણતા છે. ૨૦.
ભક્તિ અને નિઃસંગતાં બન્ને સાધન છે. ૨૧.
ગમે તેમ એક ઈટ મંત્રમાં મરી ફીટે! એ જ સાધના, ઈષ્ટમાં લીનતા. ૨૨.
વીતરાગદેવે આ દિવ્ય દૃષ્ટિ બતાવી છે કે, દુઃખ, તકલીફને ઉત્સવ માને એથી અચૂક કર્મને નાશ થશે. કર્મોદયને શાન્તભાવ સહન કરવાથી કર્મને નાશ થતાં થતાં મેક્ષ નજીક જઈ શકાય છે. ૨૩. | હે માનવ ! તું જ તારા પગમાં બેડી નાખનાર, અને તેડનાર છે. એક નિર્બળ વિચારથી બેડીઓ પડે છે. એક સબળ વિચારધારા બધા બંધનેને તેડી નાખે છે. ૨૪.