________________
૪૬
આત્મબોધ
હદયના વિકાસ વગર, આશયની વિશાળતા વગર, અને બુદ્ધિની તીવ્રતા વગર, જૈનત્વ કે જૈન ધર્મ નથી. ૧૩.
યેગી અને દ્ધો બનેને સતત લડવાનું જ હોય; યેગી આંતર શત્રુઓ સાથે લડે, યોદ્ધો બાહ્ય શત્રુઓથી લડે, બંનેને સતત લડવાને જ સ્વભાવ. ૧૪.
પ્રતિક્રમણ એટલે ભૂલનું, દોષનું નિરીક્ષણ કરવું, સંશોધન કરવું, પછી તેને નિષેધ કરે. એટલે હવે પછી એવી ભૂલે નહિ થવા દઉં એ નિશ્ચય કરે અને તે દુર્ગુણેની જગ્યાએ સગુણેને સ્થાન આપવું. આવા સાચા પ્રતિક્રમણથી જ વિકાસ સાધી શકાય, બાકી મેઢેથી બોલવાથી વિકાસ થાય નહિ. હે ભવ્યે ! પ્રતિકમણનું રહસ્ય સમજી તેને આચરે અને વિકાસને સાથે તેના રટણથી બચે. ૧૫.
સામાયિક એટલે સમભાવને લાભ સમઆય. સમ એટલે સમભાવ, આય એટલે લાભ. હે ભ! સમભાવની આવક વધારનાર સામાયિક કરજે. જડની જેમ બેસવાથી સામાયિક ન થાય. ચિત્ત વિકારેને જીતવાથી જ સાચી સામાયિક થાય તે માટે સતત પ્રયત્નશીલ બનજે. ૧૬.
ધર્મના અનુષ્ઠાને તે ધર્મ નથી, તે તે ધર્મના સાધને છે. ૧૭.
ધર્મ તે વસ્તુને સ્વભાવ છે. તેને સમજવા હે ભળે ! પ્રયત્નવંત બનજે. ૧૮.
ધર્મ એ તાલીમને વિષય છે. ૧૯