________________
પર
આત્મબોધ
‘ભ્રમ દૂર કરો. તમે તે અમર આત્મા, શુદ્ધબુદ્ધ-મુક્ત-સ્વભાવ શાશ્વત અને મંગલમય છે. તમે જડ નથી, તમે શરીર નથી, જડ પદાર્થ તમારો ગુલામ છે, તમે એના ગુલામ નથી. પ૨.
વિશ્વાસ, વિશ્વાસ, પિતાને પિતામાં વિશ્વાસ, પ્રભુમાં વિશ્વાસ એ જ મહાન બનવાને મહા મંત્ર છે. કદાચ તમે સર્વ દેવતાઓમાં પણ વિશ્વાસ કરે. પણ જે તમારા પિતા પર વિશ્વાસ ન કરે, તે તમારી મુક્તિ કેઈ દિવસ થવાની નથી. પિતાનામાં વિશ્વાસ કરે, એના પર સ્થિર રહો અને શક્તિશાળી અને. પ૩.
શક્તિ જ જીવન અને નિર્બળતા જ મૃત્યુ છે. શક્તિ પરમ સુખ, જીવન અજર અમર છે; નિર્બળતા કેઈ દિવસ ન હટવાવાળે બેજે અને યંત્રણ છે, નિર્બળતા જ મૃત્યુ છે. ૫૪
પિતાના મસ્તકને ઉચ્ચ વિચારો અને ઉચ્ચતર આદર્શોથી ભરી ઘો, અને રાતદિવસ પિતાની સામે રાખે, એમાંથી મહાન કાર્યને જન્મ થશે. ૫૫.
શુદ્ધ બનવું અને બીજાની ભલાઈ-સેવા કરવી એ જ ઉપાસનાઓને સાર છે. જે ગરીબ, નિર્બળ અને પીડિતમાં પ્રભુને દેખે છે, તે જ વાસ્તવમાં પ્રભુને ઉપાસક છે, પરંતુ જે તે કેવળ મૂર્તિમાં જ પ્રભુને દેખે છે, એ તો એની ઉપાસનાને આરંભ માત્ર છે. પ૬.
નિઃસ્વાર્થતા જ ધર્મની કસોટી છે. જે જેટલે અધિક નિઃસ્વાથી છે, તે એટલે જ અધિક અધ્યાત્મિક અને પ્રભુની