________________
આત્મબોધ
૫૫ હે પંડિત ! તારી પંડિતાઈ જડ વસ્તુઓના સંગ્રહ કરવામાં ન વેડફાઈ જાય તે માટે સતત સાવધાન રહેજે. મળેલ પંડિતાઈથી આત્મશેલ આદરજે. ૭૩.
હે પંડિત ! મોટા મોટા લેકચર, ભાષણે આપવાથી આત્મતત્વ સાંપડતું નથી. આત્મતત્ત્વની પ્રાપ્તિ માટે અંતરના ઊંડાણમાં પ્રવેશવાનું છે. ત્યાં તેની શોધ કરે તે મળશે. ૭૪.
હે વિદેશી ! વિદેશમાં જ અટવાઈ જતે નહિ. તારે તે સ્વદેશ પહોંચવાનું છે તે સતત યાદ રાખજે. ૭૫.
હે વિદ્વાન ! તારા ગુપ્તમાં ગુપ્ત વિચારોને પણ પવિત્ર રાખજે, તેમાં પણ સર્જનશક્તિ છે. ૭૬.
હે નિર્ભય! નિર્ભયતાનું શસ્ત્ર ગ્રહણ કરીને આગળ વધજે, તે તારા અંતરશત્રુએ તને હેરાન નહિ કરે. ૭૭. | હે જ્ઞાનાથ ! જ્ઞાનને મહાન સિંધુ અંતરમાં ભર્યો પડે છે, તેને આવરણે દૂર કર, તે તે પ્રગટ થશે. ૭૮.
હે શાશ્વત સુખનાથ ! શાશ્વત, નિત્યસુખ અંતરાત્મામાં જ છે, તે માટે અનિત્ય વસ્તુને મેહ ત્યાગ, તે તે તને જરૂર સાંપડશે. ૭૯.
હે પુરુષોત્તમ ! ભવાટવીના ફેરા ટાળવા માટે પુરુષમાં ઉત્તમ પુરુષ પરમાત્મ સમ બનવાને સતત પુરુષાર્થ કરજે. ૮૦. - હે હિતેચ્છુ ! ભવાટવીમાં બે રસ્તા છે. એક અજ્ઞાનને માર્ગ, બીજે જ્ઞાનને માર્ગ. અજ્ઞાનને માર્ગ ભવમાં પરિભ્રમણ