________________
આત્મબોધ , હે ભાગ્યશાળી ! તારા ભાગ્યને વિધાતા તું જ છે. તું તારા ભાગ્યને સર્જનહાર બ્રહ્મા છે. માટે સુંદરમાં સુંદર ભાગ્યનું સર્જન તું કરજે. આ સુવર્ણ અવસરને વધાવી લેજે. ૩૪.
હે ચેતનરાજ ! આ જડ પ્રકૃતિ તે તારી દાસી છે તેને વશ કરજે. ૩૫.
હે ચેતનરાજ ! આ કર્મની સત્તા તારા પર ન જ ચાલે. તારી ચેતનની સત્તા જ કર્મ પર હોય તે કદી ભૂલજે મા. ૩૬.
હે આત્મન ! આ વિશ્વમાં તારું જ સામ્રાજ્ય છે. તારા થકી જ જડ પ્રકૃતિ શોભે છે. તે વાતને કદી ભૂલજે મા, ભૂલીશ તે સત્તા ગુમાવીશ, માટે સાવધાન રહેજે. ૩૭. . હે આત્મન ! જડને પિતાનું પણ જ્ઞાન નથી, તેની સત્તા કદી તારા પર ન હોય, ન હોય પ્રકૃતિ તે તારા હુકમને આધીન છે, એકવાર સ્વત્વ પર અધિકાર કરીને હુકમ તે કરી છે કે તે તારી આજ્ઞાનું કેવું પાલન કરે છે. ૩૮.
- હે આત્મન ! શુદ્ધ અને શુભ કલ્પનાની પાંખે ચિદાકાશમાં વિહરીને, આનંદમાં મહાલ. ૩૯. - હે સૌંદર્યશાળી! સૌદર્યનું રાજ્ય તારી અંદર જ છે, શરીરમાં સૌદર્ય નથી, કે વસ્ત્રાભૂષણમાં પણ તે નથી, સૌંદર્ય તે તે આત્માનું જ છે. તું કેમ ભૂલે છે અને શરીરમાં વગેરેમાં કેમ તેને શેધે છે. જ્યારે શરીરમાંથી સૌંદર્યની રાશિ આત્મા ચાલ્યા જાય છે, ત્યારે શરીર કેવું ભયજનક લાગે છે, અને