________________
આત્મબોધ
સેંકડે ઉપાય નકામા છે. ઈશ્વરકૃપા એટલે ભક્તિયેગ ઈશ્વરની અનન્ય પ્રીતિ પ્રેમ કરે તે.
(૩) કામ્ય વાસના વૈરાગ્યાદિ સાધનેથી નિવૃત્ત થાય છે એ વૈરાગ્ય વિષયમાં દોષ દષ્ટિ પ્રાપ્ત થયા વિના થતું નથી. અને આ સર્વનું મુખ્ય કારણ મુમુક્ષુતા. તેના વિના શ્રવણ, વગેરેને લાભ થતું નથી. પણ માત્ર લેકચર આપવાની કલા જ આવડે છે. પરંતુ પ્રવચન આપવાની કળાથી પરમ પદ પ્રાપ્ત થતું નથી.
હે ભ! ઉપરોકત ત્રણ વાસનાઓ (ઈચ્છાઓ) ને જીતવાને સતત પ્રયત્ન કરે. અને તેને જીતીને વિશુદ્ધ આત્મ તત્ત્વને પ્રાપ્ત કરે.
- ૧૦
ઉપદેશ રત્નમાળા મહકર્મના ઉદયથી સ્થાવર જીને પ્રભુએ તીવ્ર કષાયી અને ત્રણ અશુભ લેશ્યાવાળા કહ્યા છે, તે મનુષ્ય રાત-દિવસ તીવ્ર કષાય તથા ત્રણ અશુભ લેશ્યાઓમાં જીવન વ્યતીત કરે છે, એની શી ગતિ થશે? હે ભવ્ય ! વિચારે. ૧.
ત્રસ કાયની સ્થિતિ પથ્થરને આકાશમાં અદ્ધર રહેવા જેટલી છે, ત્યારે સ્થાવર કાયની સ્થિતિ પથ્થર જમીન પર રહે એટલી છે. વાંચનાર! એના પર વિચાર કરે, મનન કરે. ૨.
કષાયની મંદતા જ સાચું સુખ છે, અને તીવ્રતા જ દુઃખદાયી અને સંસારવર્ધક છે. ૩.
શરીર ઘાતક જેમ ઝેર છે, તેમ આત્મગુણ ઘાતક હિંસા, વિષય, કષાય છે. ૪.