________________
૨
આત્મબોધ
-
વાસનાઓ આમ તે અનેક વાસનાઓ છે. પરંતુ મુખ્ય વાસના ત્રણ છે. (૧) અપરાધવાસના (૨) કર્મવાસના (૩) કામ્યવાસના.
અપરાધ વાસના એટલે શાસ્ત્રના વચને પર અવિશ્વાસ, અશ્રદ્ધા તે આત્મવિશ્વાસ થવામાં અટકાવ રૂપ અપરાધ છે.
કર્મવાસના એટલે વિપરીત ભાવ વસ્તુને વસ્તુ રૂપે ન સમજતા વિપરીત રૂપે જાણવી, જેમકે દેરીને સર્પ સમજો. એ પુરુષને બીજો અપરાધ.
ઘણું કરીને અનેક કળાઓમાં કુશળ એવા પુરુષે પણ આ અપરાધ વડે સંત મહાત્માઓને સહવાસ અને સત્ શાસ્ત્રોના જ્ઞાનને વેગ આવવા છતાં પણ તે પરમ શ્રેષ્ઠ તત્ત્વને પામી શકતા નથી. સર્વ વિશેષ રહિત એવું જે પરમ આત્મતત્વ તે બિલકુલ નથી, અને તેવું તે સંભવતું પણ નથી. એવી જાતની તેમની ભળતી જ સમજણ થયેલી હોય છે, એટલું જ નહિ પણ એ તત્ત્વ જાણવામાં આવે છતાં પણ આ પરમ આત્મ તત્ત્વ ન હોય, તેને પરમ આત્મતત્વ માનવાથી મેક્ષ કેવી રીતે મળે, વગેરે શંકાકુશંકા વારંવાર કરે છે. પહેલે જે અશ્રદ્ધા, અવિશ્વાસ નામક અપરાધ છે, એ જ આવરણ કરનાર વાસના છે. શાસ્ત્રવિદ્યામાં કુશળ એવા હજારે પંડિત તેના ઝપાટામાં સપડાઈને જન્મ-મરણના ફેરા કરે છે.
બીજી કર્મવાસના પૈકી કેટલાકની બુદ્ધિમાં પૂર્વના દુષ્કૃત જન્ય સંસ્કાર વડે મલિનના આવેલી હોય છે. તેથી