________________
૪૦
આત્મબોધ સંયમ એટલે વેશ પલટો નહિ, પરંતુ અસંયમમાં વર્તતી ઈન્દ્રિયે તથા મનને નિગ્રહ કરે તે સંયમ છે. ૭૭,
આંખ વિના શરીર નિરર્થક, એ જ પ્રકારે ધર્મ વિના માનવ જન્મ નિરર્થક છે. ૭૮.
વિષય કષાયી આત્મઘાતક છે, અકષાયી, અવિષયી આત્મ સાધક છે. ૭૯.
રાગદ્વેષ એ બે બંધન છે. ૮૦.
આત્મા જેવા શુભાશુભ બીજ વાવે છે, તેવા તેને ફળ મળે છે. ૮૧.
મેહ કર્મ હિતાહિતને બોધ થવામાં રુકાવટ કરે છે. ૮૨. સમદષ્ટિ ભેગોને રેગ સમ માને છે. ૮૩.
હે ભ! વીતરાગતાને વરે તે જ સુખને રાજ માર્ગ છે. ૮૪.
સંસારમાં રાજા, સેનાપતિ, શેઠ, દેશલેકના દે, કોઈ સુખી નથી, ફક્ત એક વીતરાગ ભાવી સાધુ મહાત્મા જ સાચા સુખના ભેગતા છે. ૮૫.
જે જે અંશે નિરપાધિતા તે તે અંગે શિવ સુખને ભગવટો જીવ કરી શકે છે. ૮૬.
રાજમહેલમાં વસનાર, રત્ન ઝૂલે ઝૂલનાર પણ નિરાસક્ત હોય શકે, ત્યારે ઝૂંપડીમાં રહેનાર લંગોટ પહેનાર પણ આસકત હોઈ તેને પરીક્ષક કેઈ વિરલાત્મા જ હોય. ૮૭.