________________
આત્મબોધ
૩૯ જે પ્રાપ્ત છે, તેમાં સુતેષ કરે, આનંદ માન, પ્રભુને ઉપકાર માનો તે સંસાર પાર કરવાને ઉપાય છે. ૬૯
ઈચ્છાઓ આગા-ઈચ્છાઓ આકાશ સમાન અનંત છે, વસ્તુ પરિમીત છે. પરિમીત વસ્તુ અનંતને કેમ પિષે, અગ્નિમાં ઘી નાખવાથી જેમ અગ્નિ પ્રજવલિત થાય છે, તેમ ઈચ્છાની પૂર્તિ કરતા જાઓ તેમ તેમ અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થશે માટે ઇચ્છાને લય કરે તે જ શ્રેયને માર્ગ છે. ૭૦.
કામનાઓની પૂર્તિ દુષ્કર છે. ૭૧.
અધ્યાત્મને ખરે અર્થ તે છે સત્યનું દર્શન અને સત્યને અનુભવ. સત્યને અવિકૃત દર્શન કરવાને પ્રમાણિક પ્રયત્ન જ્યાં જ્યાં છે ત્યાં અધ્યાત્મ છે. ૭૨.
સત્ય બહાર નથી, અંતરમાં છે. સ્થૂલ ત્વચામાં નથી, અલખના ઊંડાણમાં છે, ત્યાં છે તે જરૂર મળશે. ૭૩.
સ્કૂલ મેહમાં પૂરાયેલ ભૌતિકવાદીનું લક્ષ છે વિષય કષાયમાં તણાવું, જ્યારે અધ્યાત્મવાદીનું લક્ષ હેતુલક્ષી હોય છે, તે તણુતે નથી, સ્વાર થાય છે. દાસ નથી માલિક છે. પૂર્ણ તાના લક્ષ્ય સુધી જીવન પ્રવાહનું સ્વૈચ્છિક નિયંત્રણ છે. ૭૪.
સંસાર કરુણ, ભીષણ અને અસાર છે, એવું સચોટ ભાન એ જ વૈરાગ્ય, અને વૈરાગ્યથી મોટું કેઈ સર્જનાત્મક બળ કયાંય નથી. ૭૫,
વસ્તુને તેના અસલ સ્વરૂપમાં ઓળખવી તે જ સુખ અને સમૃદ્ધિને મોટો ઉપાય છે. ૭૬.