________________
આત્મબોધ
વિભાવથી પાછા ફરવું તે બ્રહ્મચર્ય ! ૨૬. બ્રહ્મમાં રમણ કરવું તે બ્રહ્મચર્ય ! ર૭. સ્વભાવ તરફ વળવું તે બ્રહ્મચર્ય ! ૨૮. આત્મ પ્રગતિનું પ્રબલ સાધન તે બ્રહ્મચર્ય ! ૨૯. બ્રહ્મચર્ય, એ ઘૂઘવાતા વિશ્વસાગરનું મધુર સંગીત છે. ૩૦. બ્રહ્મચર્ય, એ મહાગને અનાહત ધ્વનિ છે. ૩૧. બ્રહ્મચર્ય એ તે સર્વે તેમાં શ્રેષ્ઠ તપ છે. ૩૨: બધાં વ્રતની સરિતાઓ બ્રહ્મચર્ય-સિંધુને આલિંગે છે.૩૩. બ્રહ્મચર્યને આચરે તે બ્રાહ્મણ. ૩૪. તપ અને બ્રહ્મચર્ય એ બૌદ્ધનાં મુખ્ય લક્ષણ છે. ૩૫. બ્રહ્મ, બ્રહ્મનિષ્ઠ છે, માટે જ એના ઉપાસક બ્રાહ્મણે ૩૬. વિર્ય એ બળદો છે, એના વિના માનવરથ નિષ્ફળ છે. ૩૭.
એક તરફ ચાર વેદે રાખે. બીજી તરફ માત્ર બ્રહ્મચર્ય રાખે. બ્રહ્મચર્ય વધે છે. બ્રહ્મચર્ય જીતે છે! ૩૮. સત્યની શોધને લગતે આચાર તે બ્રહ્મચર્ય. ૩૯, વિષયમાત્રને નિરોધ તે બ્રહ્મચર્ય. ૪૦.
માત્ર જનનેન્દ્રિયને નિરોધ એ પૂર્ણ બ્રહ્મચર્ય ન ગણાય ! ૪૧.
અહિંસા જગ વ્યાપિ શાન્તિસ્થાપક બળ છે, પણ તે માટે તે જોઈએ ખડતલ બ્રહ્મચર્ય, ૪૨.