________________
આત્મબોધ
૩૬
અધ્યાત્મ શતક જડની સંગતિથી જીવનું ભવભ્રમણ વધે છે. ૧.
સંસારરૂપ નૃત્યશાળામાં વિષયી-કષાયી નૃત્ય કરે છે. (અનંતકાળથી) ૨.
જ્ઞાન તિનું આવરણ જ ભાવ નિદ્રા છે. ૩. ચૈતન્યમાં લીનતા જ મેક્ષમાર્ગ છે. ૪. આત્મ ધ્યાન વિના બીજા ધ્યાન જીવને અહિતકર્તા છે. પ.
સ્વરૂપમાં લીન રહેનાર સ્વાધીન છે, શેષ સર્વ પરાધીન છે, અને અનંત સંસારી છે. ૬.
આત્મ રમણતા એ જ જીવન મુક્તદશા છે. ૭.
જ્ઞાન, દર્શનને સાર ચારિત્ર અને ચારિત્રને સાર નિર્વાણ અને એ જ આત્મસ્વભાવ છે. ૮.
જ્ઞાની વ્યવહાર ઉદાસીન ભાવે કરે છે. ૯.
અજ્ઞાની જેટલા કર્મો ક્રેડ ભવમાં ક્ષય કરે છે, એટલા કર્મજ્ઞાની અંતર્મુહૂર્તમાં ક્ષય કરે છે. ૧૦.
જ્ઞાની પ્રત્યેક શ્વાસે છૂશ્વાસમાં જાગૃત છે. ૧૧.
હાથમાં શસ્ત્ર ને મસ્તક પર મુગટ ધારણ કરીને ભિક્ષા માંગવાવાળે દયાપાત્ર છે, એ જ પ્રકારે સાધુ ને શ્રાવકને વેશ ધારણ કરી વિષય કષાયને આધીન થનાર દયાપાત્ર છે. ૧૨.
વિષય કષાય જ્ઞાન અને દર્શન રૂપ બને ચક્ષુને ફેડી અંધ બનાવે છે. ૧૩.
પૂર્વકૃત પાપને પશ્ચાતાપ કરે, વર્તમાનને સુધારે. ૧૪.