________________
મહત્મબોધ
-
- . . . .
. .
. . .
* -- કે
- +
+ +
સંસાર એ બીજું કશું જ નથી, પણ વિષય અને કષાય પ્રત્યેનું આપણું અનુકૂળ વર્તન છે અને તેમાંથી નિપજતી આંધળી તાબેદારી છે. ૮૩.
જ્યારે તમારું નસીબ ફરેલું લાગે, ત્યારે અનિત્ય ભાવનાનું શરણ લે. ૮૪.
અનિત્યતાને ભાનની વેદના વિના પાકી સાધના થતી નથી. અનિત્યતાના ભાનમાંથી પ્રગટેલી વેદના કુંભારના નિભાડાની આગ જેવી છે. જે વિના પ્રજ્ઞા અને પુરુષાર્થ પ્રગટતા નથી. ૮૫.
પ્રજ્ઞા અને પુરુષાર્થ એ વિશ્વ ઉત્ક્રાંતિના બે ફેફસાં અને એ બે ફેફસાંને પ્રાણવાયુ છે નિત્યાનિત્યને વિવેક. આ વિવેક લાવે છે અનિત્યનો વૈરાગ્ય અને નિત્યને અનુરાગ. ૮૬.
આત્મસુખમાં રમે તેને વિષયસુખ યે ગમે? ૮૭. જે આત્મપ્રેમ કરે, તે બીજે કેમ મોહાય ? ૮૮. જે મેક્ષની સીડી ચઢે એ ભ્રમણામાં શાને ભમે? ૯ જે અમૃતના પાન કરે, એને મૃત્યુ શું દુઃખ આપે. ૯૦.
મનને મારે, મન એ જ સંસાર છે. મનના સંકલ્પવિકલ્પ મરે કે મેક્ષ સુખ અનુભવાય. ૯૧.
અનંત સુખ અર્થે ચિત્તને શેધ, ચિત્ત જ દુઃખને ભંડાર છે. ૯૨.
પાપ અને પુણ્યની બે બેડી છે, એમ જાણી કેઈથી કદી બદ્ધ ન થવું. નાચતા નટની દેરી જેમ લક્ષ્ય પ્રભુપ્રેમ મહિં જમા. ૩.