________________
આમબોધ
: , મારી ભૂલ બતાવનાર મારે સ્નેહી મિત્ર છે. એના પર ક્રોધ શા માટે કરું? એમ જ્ઞાની વિચારે છે. ૭૨.
પરહિત માટે પરોપકારી પિતાનું સર્વસ્વ આપે છે. તે આ ક્રોધીને તે મારે કંઈ જ આપવાનું નથી, તેને આનંદ એ જ મારે આનંદ. ૭૩.
અજ્ઞાની ક્રોધ કરીને ઝેર પીએ છે, પણ તું શા માટે ઝેર પીને નર્કગામી બને છે? ૭૪.
મારા અશુભ કર્મ નષ્ટ કરવાનું આ તે સાધન છે. ૭૫. ક્રોધને વિજય ન કર્યો તેનું જ્ઞાન શા કામનું ? ૭૬.
ચંદન, કાપવાવાળાને તથા કુહાડીને સુગંધ આપે છે, તે મારે આ ક્રોધીને શું આપવું ? ૭૭.
પિતાનું અહિત કરીને પણ ક્રોધી મને સુધારવા પ્રયત્ન કરે છે, એને ઉપકાર હું કેમ ભૂલી શકું? ૭૮.
મારા અશુભ કર્મોને ઉદય ન હોત, તે તે મારા પર ક્રોધ શા માટે કરત? એને કેઈ દેષ નથી, દેષ મારે જ છે. ૭૯.
ક્રોધ કરવાથી નવા કર્મ બંધાય છે, ક્ષમા કરવાથી નવા કર્મ બંધાતા નથી, અને પૂર્વના કર્મને નાશ થાય છે, તે હું એવા લાભને કેમ છોડું? ૮૦. છે ઈન્દ્રિયે વાંદરા જેવી છે એને જ્ઞાન પિંજરામાં કેદ કરીને આત્મસાધના કરવી જોઈએ. ૮૧.
પ્રાણ જાય તે પણ ક્ષમાધર્મને ત્યાગ ન કરે. ૮૨.