________________
૩૦
-
ધાગરિ સમુચ્ચય
ગદષ્ટિ સમુચ્ચય પણે પ્રવર્તન થાય છે. આગળની દ્રષ્ટિમાં જે પ્રતિપત્તિ (પ્રતીતિ) તત્ત્વબેધને અંગે થઈ હતી તે હવે પ્રવૃતિમાં પરિપૂર્ણતા પામે છે.
આ પ્રમાણે અનુક્રમે આ સદ્દષ્ટિએ મુનિઓ, ભગવંત પતંજલી, ભદંત, ભાસ્કર, બંધુદત, ભગવદંત વગેરે ભેગીઓની જાણવી હવે આ દષ્ટિઓનું સ્વરૂપ અનુક્રમે બતાવવામાં આવશે. ૧૬.
દષ્ટિ શબ્દનો અર્થ કહે છે સન્ડ્રદ્ધા સંગતે બોધ દષ્ટિરિયભિધીયા
અસત પ્રવૃત્તિ વ્યાઘાતાત્ સપ્રવૃત્તિ પદાવહઃ ૧૯ વિવેચન–સત યથાર્થ શ્રદ્ધાયુક્ત જે બેધ તેને દષ્ટિ કહે છે. એ દષ્ટિ શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિને દૂર કરીને શાસ્ત્ર અનુસાર પ્રવૃત્તિ કરાવી સમ્યકત્વને પ્રાપ્ત કરાવી આપે છે.
પિતાના અભિપ્રાય ઉપર ધર્મ તત્વને નિર્ણય કરે તે જેમ ઉપયોગી નથી, તેમ જ અંધ શ્રદ્ધા રાખવી તે પણ ઉપયોગી નથી, પરંતુ શાસ્ત્ર અનુસાર સત્ શ્રદ્ધા યુક્ત જે બોધ એને દષ્ટિ કહે છે. એ બોધ પ્રાપ્ત થવાથી પાપમય અશુભ પ્રવૃત્તિ રેકાય છે, અને શુભ પ્રવૃત્તિ તરફ ગમન થાય છે. જેમ જેમ દષ્ટિ અથવા બેધ ઉચ્ચ થતું જાય છે, તેમ તેમ ઉન્નતિ ક્રમમાં પ્રગતિ થતી જાય છે. શાસ્ત્ર અનુસાર પ્રવૃત્તિ કરવાથી અવેદ્ય સંવેદ્ય પદ મિથ્યાત્વના ત્યાગથી વેદ્યસંઘપદ-સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. વેદ્ય સંવેદ્યપદરૂપ સ્થિરાદષ્ટિ હોવાથી સમ્યકત્વની યથાર્થ પ્રાપ્તિ સ્થિરાદષ્ટિમાં જ થાય છે. અને સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી જ વિકાસની શરૂઆત થાય છે.