________________
યોગદષ્ટિ સમુચ્ચય
૧૨૩ તે અનાદિકાળથી ક્રિયાઓ કર્યા કરે છે. ત્યારે તમે ધર્મકિયાનું ફળ પણ પ્રકૃતિને આપ્યું, અને તે તે પ્રકૃતિને સ્વભાવ હતે. માટે એકાંત નિર્લેપ આત્માને માનતાં ધર્મક્રિયાઓ ઘટી શકતી નથી. પ્રકૃતિનું પ્રતિબિંબ આત્મામાં પડ્યું માને છે અને નિર્લેપ આમ સ્વીકારે છે તે પણ યુક્ત નથી. આત્મા નિરાકાર છે. નિરાકાર વસ્તુમાં પ્રકૃતિનું પ્રતિબિંબ પડતું નથી. માટે નિરાકારમાં પ્રતિબિંધ પડે છે તેમ માનવું પણ વ્યર્થ કરે છે. કદી તમે વ્યવહારથી પ્રકૃતિથી આત્મા લેપાય છે એમ માનશે તે જિનમતમાં પ્રવેશ થયે કહેવાશે તેથી આત્મા એકાંત અબંધ નિલેપ છે એમ કહેવું ટળી જાય છે. ઈત્યાદિ વિચારતા આત્માને એકાંત નિત્ય અબંધ માનતાં પુણ્ય અને પાપ કરવાથી આત્મા બંધાશે નહિ તે શા માટે પાપ કર્મો ત્યાગવા અને સત્કર્મો આદરવા આદિ હજારે દોષે જણાય છે. માટે એકાંત અબંધ માનનારાનું બોલવું પણ અપેક્ષા વિના અસત્ય જણાય છે. ૧૨૮.
ઉપસંહાર અનેક યોગશાલેભ્યઃ સંક્ષેપણ સમુદધતઃ | દષ્ટિભેદેન ગોયમાત્માનું સ્મત પર: ૧૧લા
વિવેચન–શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજ ગ. દષ્ટિ ગ્રંથને ઉપસંહાર કરતાં જણાવે છે કે આ ગદષ્ટિ ગ્રંથ પૂર્વના રષિઓએ બનાવેલા અનેક ગશાસ્ત્રો થકી ઢંકામાં “સમુગ્ધતઃતેના થકી જુદે કર્યો છે. દૂધ થકી જેમ માખણ જુદું કદવામાં આવે છે, તેવી રીતે દૂધ સમાન અનેક