________________
સમાધિશતક (આત્માને) નર માને છે, કોણ એમ માને છે કે જે બહિરાત્મા છે તે જ. એ જ રીતે પશુના દેહમાં હોય તે આત્માને પશુ માને છે. ને દેવ શરીરમાં હોય તે દેવ માને છે. ૮.
નરક યોગ્ય દેહુમાં રહ્યો હોય તે તે આત્મા નારકી છું એમ મૂઢ માને છે, પણ પિતાનું જે યથાર્થ સ્વરૂપ તે જાણતું નથી. આત્મા છે તે કર્મની ઉપાધિ વિના નરાદિ રૂપને પોતાની મેળે લેતા નથી, અર્થાત્ તત્ત્વથી કમની ઉપાધિવાળે નથી. માત્ર વ્યવહારમાં તેને કહેવાય છે, જીવને જે મનુષ્યાદિ પર્યાય પ્રાપ્ત થાય છે, તે કર્મોપાવિકૃત છે, કેમ કે કર્મ નિવૃતિ થતાં પર્યાય પણ નિવૃત્તિ પામે છે, અર્થાત્ તે તે પર્યાય જીવને વાસ્તવિક નથી, માટે જ કહેવામાં આવે છે કે, આત્મા તે અનંતાનંત જ્ઞાન શક્તિવાળે છે, અને અનંત વીર્ય શક્તિવાળે છે, એ છતાં શી રીતે જાણી શકાય ? માટે જણાવે છે કે, તે આત્મા સ્વસંવેદ્ય છે અને તે અચળ સ્થિતિવાળે છે. તેના સ્વરૂપને વિનાશ સંભવતો નથી, અર્થાત્ મુક્ત થયા પછી પાછે સંસારમાં આવતો નથી. ૯
મૂઢ અજ્ઞાની બહિરાત્મા અન્યના આત્મા સહિત અચેતન શરીરને પિતાના શરીરની માફક જ ઈન્દ્રિયેના વ્યાપાર તથા વચનાદિ વ્યવહાર કરતાં જોઈ તેને અન્યના શરીરને અન્યને આત્મા માની લે છે.
જેમ બહિરાત્મા પોતાના શરીરને પિતાને આત્મા માને છે, તેવી જ રીતે સ્ત્રી, પુત્ર, મિત્ર આદિના શરીરને, સ્ત્રી, પુત્ર, મિત્રાદિના આત્મા રૂપે માને છે. ૧૦.