________________
આત્મ પ્રબોધક ભાવનાઓ
કરી શકું અને અંતમાં આત્મિક જ્ઞાન પ્રાપ્ત કરી શકું. જે શિક્ષા વડે શારીરિક, માનસિક તથા આત્મિક વિકાસ થાય તે જ સાચી શિક્ષા છે.
હું નિર્ભય, સાહસી, ઉદાર, સત્ પુરુષાર્થ, ધર્મશ્રદ્ધાવત, દયાળુ, સેવાભાવી, સત્યવાદી, બ્રહ્મચારી, સંતેષી, ઉદાર અને સંયમી બનું એવો હે પ્રભે! મને શક્તિ આપે, એવી આપ ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના છે.
જે ભારત દેશમાં હું રહું છું તેમાં લાખો મનુષ્યોને પેટ પૂરતું અન મળતું નથી એવી અવસ્થામાં વિવિધ ખાનપાન, મજશોખ, નાટક, સિનેમા, માનપાન વગેરેમાં વ્યર્થ ખર્ચ કરે તે એગ્ય નથી.
આ દેશ અજ્ઞાનથી, કુરૂઢિઓથી, કુસંપથી અને ધમધતાથી દુઃખી થઈ રહ્યો છે. એ અવસ્થામાં મારે તન, મન, ધન અને સત્તાથી મારી બધી શક્તિઓને સુશિક્ષા, સંપ, સચ્ચરિત્ર અને આત્મસંયમની વૃદ્ધિમાં અર્પણ કરવી જોઈએ.
સમસ્ત ભારતવાસીઓમાંથી તેમ જ મારામાંથી કુસંપ, ઈર્ષ્યા, કાયરતા, રૂઢિચુસ્તતા, ધર્માધતા, નિંદા અને હિંસકભાવને સર્વથા નાશ થાઓ, અને આત્મિક ગુણો સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર પ્રગટ થાઓ. સમસ્ત ભારતવાસીઓમાં અને મારામાં ઐક્ય, ગુણાનુરાગ, સેવાભાવ, વીરત્વશક્તિ, સત્યપ્રિયતા, અહિંસકભાવ, ન્યાયસંપન્નતા, સતપુરુષાર્થ વગેરે ઉત્તમ સદ્ગણે પ્રગટ થાઓ.