________________
આત્મ પ્રમેાધક ભાવનાઓ
૩૧
જગતમાં કઇ એક જીવ પ્રત્યે પણ વૈરભાવ કે દ્વેષભાવ હાય તેા તેની ક્ષમાપના કર્યાં વિના, તેની માફી માંગ્યા વિના હૈયામાંથી આ અરુચિભાવ દૂર કર્યાં વિના, નિદ્રાધીન ન થવાય તેની સતત કાળજી રાખો.
અન્યને દુઃખ થાય તેવા શબ્દ ન લે, તેવા વિચાર પણ ન કરવા, તેવી સતત કાળજી રાખા, વિપરીત પરિસ્થિતિમાં પણ ધૈય રાખા, પ્રેમ કરો અને માયાળુ અને. જો પ્રયત્નપૂર્વક રાત્રિના અર્ધા કલાક માનસિક સારવારની આ પ્રક્રિયામાં પ્રમાણિકપણે ગાળશે! તે! તમારામાં રહેલા સ્વાભાવ દૂર કરવાની શક્તિ પ્રાપ્ત થશે, અને તેથી માનસિક તથા શારીરિક બન્ને પ્રકારના રોગો દૂર થઈ તમેને અવશ્ય શાંતિ પ્રાપ્ત થશે. જાતની ક્ષમા માગેા
પેાતાની જાતને એકાંત તિરસ્કાર પણ હાનિકારક છે. જો તમે તમારી જાતને હલકી માનતા હૈ, તેના તિરસ્કાર કરતા હા, તેની પ્રત્યે દ્વેષ, અરૂચિ ધરાવતા હા, જો તમે નિરાશાવાદી હા, તમારું જીવન તમને માત્ર અંધકારમય જ લાગતુ હાય, તા તમે તમારી અંદર રહેલા પરમાત્માને પ્રાથના કરો.
હે પરમાત્મા ! “ તમારા શરણ વડે હું નિર્ભીય, નિશ્ચિત, નીરોગી, સમૃદ્ધ, પવિત્ર, ધૈયવાન, વિવેકી અને પૂર્ણ અનુ.”
હે પ્રભુ ! “ મારામાં રહેલુ પૂર્ણ જ્ઞાન પ્રગટ થાઓ.” હે નાથ ! “ મારે તારું અનન્ય શરણું હા.” યેા. ૧૬