________________
૧૨
આત્મબોધ ક્રોધથી પ્રીતિને નાશ થાય છે, માનથી વિનયને નાશ થાય છે, માયા-કપટથી મિત્રતાને નાશ થાય છે, તેથી સર્વ ગુણને નાશ થાય છે. ૭૭.
હે ગૌતમ! તારૂપ અગ્નિ, કર્મરૂપ ઈધન (લાકડાં)ને ભસ્મ કરે છે. ૭૮.
ભગવાન મહાવીર દેવે કહ્યું છે કે, પ્રથમ જ્ઞાન પછી દયા અર્થાત પહેલા જ્ઞાન પછી કિયા. ૭૯.
શ્રવણ કરવાથી હિત અને અહિત, પુણ્ય અને પાપ આદિને જીવને બંધ થાય છે. હિત અને અહિતના માર્ગને સાંભળી જે યેગ્ય લાગે તે માગે ગમન કરવું. સુખ જોઈતું હોય તે સંયમના માર્ગનું અનુસરણ કરવું. દુઃખ જોઈએ તે અસંયમના માર્ગનું અનુસરણ કરવું. હે જીવાત્મા!'બને માર્ગ મેં બતાવેલ છે. તને એગ્ય લાગે તે માર્ગમાં ગમન કર, એ તારી ઈચ્છા પર નિર્ભર છે. એમ ભગવાન મહાવીર દેવે કહ્યું છે. ૮૦.
હે ગૌતમ! જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે પરંતુ પાણથી સદા અલિપ્ત રહે છે. તેવી જ રીતે કામગથી ઉત્પન્ન થયેલ હોવા છતાં જે વિષયવાસના આદિથી સદા દૂર રહે છે, તે કઈ પણ જાતિમાં ઉત્પન્ન થવા છતાં અમે તેને બ્રાહ્મણ કહીએ છીએ. ૮૧.
હે ગૌતમ! મસ્તકનું મુંડન કરવાથી કેઈ સાધુ થતા નથી. કારનું રટણ કરવા માત્રથી કેઈ બ્રાહ્મણ બનતું નથી.