________________
આત્મબેધ • આ શરીરમાં પ્રશંસા કરવા યોગ્ય ક પદાર્થ છે? ૧૦.
શરીર રૂપી ગટરમાં કીડા-કૃમિ, અળસિયા કલબલ કરી રહ્યા છે, તેના પર કયે બુદ્ધિમાન રાગ કરે. ૧૧,
અસંખ્ય સમુદ્રના પાણીથી સ્નાન કરવા છતાં, આ શરીર શુદ્ધ થાય તેમ નથી, છતાં માનવ તેને શુદ્ધ કરવા, શણગારવામાં લીન થઈને માનવજીવનને વ્યર્થ ગુમાવી દે છે, તે શું મૂર્ખતા નથી ? ૧૨.
અનંત દુઃખ તથા ભવભ્રમણનું મૂળ આ એક શરીરને મેહ જ છે. હે પામર ! માટે ચેત. ૧૩.
માનવ તન મળવું અત્યંત મુશ્કેલ છે, એનાથી પણ મનુષ્યત્વ મળવું અતિ કઠિન છે. ૧૪.
મનુષ્યત્વ મોક્ષ જેમ પવિત્ર તથા મૂલ્યવાન છે. ૧૫. મોક્ષનું બીજ સમ્યગદર્શન છે. ૧૬.
મનુષ્યત્વના કાર્યો કરવાથી મનુષ્યત્વ મળે છે. ભદ્રતા, વિનય, દયા, નિરાભિમાનતા એ ગુણો ન હોય તે, મનુષ્ય હોવા છતાં, પશુતુલ્ય છે. ૧૭.
મનુષ્ય જન્મ અનંતવાર પ્રાપ્ત થયેલ છે, પણ મનુષ્યત્વ પ્રાપ્ત થવું અતિ દુર્લભ છે. ૧૮.
મેહ આત્મા માટે રેગ રૂપ છે, નિર્મોહ દશા નીરોગી દિશા છે. ૧૯.
જ્યાં રામ ત્યાં કામ નહિ, અને જ્યાં કામ ત્યાં રામ નહિ, બને એક જગ્યાએ રહી શકે નહિ. ૨૦.