________________
આત્મબોધ
પ્રભુના પ્રેમની લગની લાગી નહિ, સદ્ગુરુ ચરણે સ્વાપણું કર્યું નહિ, પિતાના દોષોનું નિરીક્ષણ કર્યું નહિ, તે હે પ્રભુ! હું કેવી રીતે, ક્યા ઉપાય વડે તરી શકું? તરવાને ઉપાય તે કર્યો જ નહિ. ૨૭.
સ્વાપર્ણની સરિતામાં સ્નાન કરનારને મેક્ષ ક્યાં દૂર છે. ૨૮.
એવું કયું પાપ છે કે જે પશ્ચાતાપથી ન ધોવાય? નિસર્ગની આ મહા સમસ્યાને ઉકેલ છે–પશ્ચાતાપ. ર૯
પશ્ચાતાપના મહાપુરમાં અગ્નિસ્નાન કરનારના પાપના પુંજ નાશ પામે છે, અને જ્ઞાન સૂર્યને ઉદય થાય છે. ૩૦.
દુઃખને સંગ થયે, હું રેવું શા માટે? દુઃખ જ ન હેત તે હું શુદ્ધ કેમ બનત! પૂર્ણ કેમ બનત! પાપની શુદ્ધિ કેમ થાત? દુઃખનુ પણ મૂલ્ય છે. દુખ પણ જીવનના અગણિત આશીર્વાદેમાંનું એક છે. ૩૧.
ભગવાન મહાવીરદેવે આપણને સમજાવ્યું છે કે સહન કરવાથી શુદ્ધિ મળે છે. ગમે તેવું દુખ હોય પણ દુઃખ તે શુદ્ધિકરણની પ્રખર કિયા છે. ૩૨.
ભગવાન મહાવીરની બાર બાર વર્ષની ઘર સાધના શીખવે છે કે આવેલ વિપત્તિને પ્રસન્નતાથી શાન્ત ભાવે સહન કરે, અને શુદ્ધ બને, સંપૂર્ણ બને. ૩૩.
સાચે દષ્ટિકોણ પસંદ કરવાની કળા, તે જ સૌદર્ય છે. ૩૪. આ વિશ્વના મૂળમાં એક માત્ર વિચાર છે. ૩૫,