________________
૨૨
આત્મબોધ
મૃત્યુ રહિત જન્મ નથી. ૧૫.
દુખ શૂન્ય સુખ નથી. એક મોક્ષ સુખ જ નિરપેક્ષ છે. ૧૬.
જન્મ-જન્માંતરના દુખોને યાદ કરે તે સંસારથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. ૧૭.
વિવેક અને વિચારહીન મનુષ્ય પશુતુલ્ય છે. ૧૮.
સત પંથ કંટાકર્ણ છે, પણ સની પ્રાપ્તિમાં અનંત સુખ છે. ૧૯.
અરૂપી આત્માને કેણુ બંધન કરે? જીવાત્મા પિતાના અશુદ્ધ ભાવથી જ બંધનને પામે છે. ૨૦.
પરમાર્થ જ પરમપંથ છે, મેક્ષ માર્ગ છે. સ્વાર્થમય પંથ સંસાર માર્ગ છે. ૨૧.
સ્વચ્છતાને નિરોધ કરનાર એક્ષને પામે છે. ર૨.
સ્વર્ગ, નરક, સંસાર અને મોક્ષ બધું અંતરમાં જ છે, બીજે કયાંય નથી. આ સત્ય, જ્ઞાન થતા સમજાય છે. ૨૩.
જે વિનય રહિત છે તેને ધર્મ અને તપ શું કામના છે? વિનય એટલે વિશિષ્ટ નીતિ છે, ત્યાં જ ધર્મ અને તપને નિવાસ છે. ૨૪.
સરળ દિલમાં ધર્મ સ્થિર રહે છે. ૨૫.
ચાર બેલ મળવા દુર્લભ છે, માનવપણું, જિનવાણીનું શ્રવણ, શ્રવણ કરેલા વચને પર શ્રદ્ધા અને ત્યારબાદ સંયમી જીવન જીવવું. ૨૬.