________________
આત્મબોધ
જેમ કિંપાક ફળ રૂપે, રંગે, સ્વાદે સુંદર હોય છે, છતાં ખાનારના પ્રાણ હરે છે, તેમ જ સુંદરમાં સુંદર ભેગવેલા ભેગેનું પરિણામ પણ દુઃખમાં જ પરિણમે છે, માટે હે સુજ્ઞજને! તેને ત્યાગ જ શ્રેયકર છે એમ વિચારે. ૮૮.
હે આ ! અનિત્ય વસ્તુને મેહ ત્યાગો, નિત્ય વસ્તુને પ્રેમ કરે. ૮૯..
હે શૂરવીરે ! મેહ છત બને, મેહને જીતનાર જ સાચો શૂરવીર છે. ૯૦
શાશ્વત સુખ માટે અશાશ્વત વસ્તુઓને ત્યાગ જરૂરી છે, તે સદા યાદ રાખે. ૯૧.
હે સુખાથ ! અંતરમાં જ સાચું સુખ વસેલું છે, માટે ત્યાં જ શોધવાનો પ્રયત્ન કર, બાહ્યમાં વ્યર્થ ફાંફા ન માર. ૯૨.
પરમાર્થ સમાન સુખ નથી, સ્વાર્થ સમાન દુઃખ
નથી. ૯૩.
હે પુરુષાર્થી! આંતર શત્રુઓને જીતવાને સતત પુરુષાર્થ કર, તે જ શ્રેયને માર્ગ છે. ૪.
ગરીની સેવા એ પ્રભુ સેવા સમાન છે. ૯૫
હે દાનવીર! નિષ્કામ ભાવે જ દાન કર. હે સેવાથી ! સેવા ધર્મ ગહને ગીને પણ અગમ્ય છે, તે સેવા ધર્મ અંગીકૃત કરીને જીવનને સાર્થક કરવા કટીબદ્ધ થા. ૯૬.